Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રાજુલાનાં ૭૦ વર્ષના વૃધ્ધનો કોરોનાએ ભોગ લીધોઃ અમરેલી જીલ્લામાં મૃત્યુઆંક ર૦

મેનેજમેન્ટ ગુરૂ પી.પી.સોજીત્રા અને તેના પત્નીનો રીપોર્ટ પોઝીટીવ આવતા અમદાવાદ સારવારમાં

અમરેલી તા.૧૮ : અમરેલી જિલ્લામાં સોમવારે કોરોનાનાં વધુ ર૮ પોઝીટીવ કેસની સંખ્યા ૮૯૩ થઇ છે અને રાજુલાના ૭૦ વર્ષના વૃધ્ધનું કોરોના કારણે મૃત્યુ થતાં મરણાંક ર૦ ઉપર પહોંચ્યો છે.

અમરેલી શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ આવી રહયા છે. ર૮માંથી ૧ર કેસ અમરેલી શહેરનાં રોજના અંદાજિત ૧૦થી વધુ કેસ આવી રહયા છે અને હજુ પણ અમરેલી સૌથી મોટુ જોખમ ઉભુ થયુ છે. જો કે રેપીડ ટેસ્ટને કારણે સમયસર પોઝીટીવ  દર્દીઓ સામે આવી રહયા છે. પણ અતયાર સુધીમાં શહેરમાં સંક્રમણ ભયજનક રીતે ફેલાઇ ગયુ છે અને છેલ્લા  ૩ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઓછીભીડ અને વરસાદથી કુદરતી સેનેટાઇઝ થઇ રહયુ હોય દર્દીઓની સંખ્યા ઓછી છે હવે આ સંખ્યા વધવાની પુરી શકયતા છે.

અમરેલીમાં નાગનાથ મંદિર પાસે, વાંજાવાડી પાસે, ઓમનગર ચિતલ રોડ, હાઉસીંગ બોર્ડ સોસાયટી, સર્વોદય સોસાયટી, મેડીક કોલેજ, બહાપરા, જેશીંગપરા ર, અમરેલી ગંગાનગર-૧ રામપાર્ક, ધારીનું ગોવિંદપુર, બાબરાનું મોટા દેવળીયા, બગસરામાં ગાયત્રી મંદિર પાસે, અમરાપરા, વડીયા, નાજાપુર, દામનગર, બાઢડા, મહાવીર કૃષ્ણગઢ, કેરીયા, ધારીમાં સ્ટેશન પ્લોટ, સાવરકુંડલા જુના બસ સ્ટેન્ડ પાસે ૩ મળી સોમવારે કુલ ર૮ પોઝીટીવ કેસ આવ્યા છે.

સાવરકુંડલા જેસર રોડ, માલવીયા પીપરીયા, ચલાલા, અમરેલી હાઉસીંગ બોર્ડ  રાજુલા, સાવરકુંડલા આઝાદ ચોક, બાંભણીયા, દામનગર, વડેરા, સાવરકુંડલા જીંજુડાગીટ, જાફરાબાદમાં બારમણ શેરી, અમરેલીની મેડીકલ કોલેજ, નવરંગ સોસાયટી, સીંધી સોસયટી, સુખનાથપરા વિસ્તારના શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.

ડોકટર ભરતભાઇ કાનાબાર બાદ લોકડાઉનથી સતત તેમની સાથે ખંભે ખંભા મિલાવી અને લોકોની સેવા કરનાર મેેનેજમેન્ટ  ગુરૂ અને જેનું કાર્ય ખુદ વડાપ્રધાનએ વખાણ્યું છે તેવા પી.પી. સોજીત્રા પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. સીાથો સાથ તેમના ધર્મપત્ની શ્રીમતી સરલાબેન સોજીત્રા પણ પોઝીટીવ આવતાં બંનેને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. લોકડાઉનમાં લાખો લોકોની સેવા કરનારા અને સતત ખડેપગે રહી જરૂરીયાતમંદોને રાસન કીટથી માંડી તમામ પ્રકારની સહાય કરવા માટે રાત દિવસ ઉજાગરા કરનાર પી.પી. સોજીત્રાના રિપોર્ટ પોઝીટીવ આવતા અમરેલી શહેરને જિલ્લાભરમાં ચિંતાની લાગણી છવાઇ છે. અમરેલી માટે ખડેપગે રહેનાર શ્રી પી.પી. સોજીત્રા ઝડપથી સાજા થઇ જાય અને ફરી લોકસેવામાં કામે લાગે તેવી પ્રાર્થના થઇ રહી છે. શ્રી પી.પી.સોજીત્રાએ સિમ્સ હોસ્પિટલ ખાતે જણાવ્યું હતું કે તેમને પોઝીટીવ રીપોર્ટ ૬ દિવસ પહેલા આવ્યો હતો અને તે હોટલમાં સેલ્ફ આઇસોલેટ થઇ ગયા હતા. ત્યારબાદ તેમના ધર્મપત્નીનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા શ્રી સોજીત્રા દંપતીને અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયુ છે. જયાં તેમની તબિયત સારી છે.

(12:59 pm IST)