Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

અમરેલી જિલ્લાના પોલીસ અધિકારી આર.કે. કરમટાને પોલીસ એવોર્ડ એનાયત

સાવરકુંડલા,તા. ૧૭ : અમરેલી જિલ્લાના જાંબાઝ પોલીસ અધિકારી આર. કે કરમટાની જિલ્લામાં ક્ષેષ્ઠ કામગીરી બદલ પોલીસ એવોડ અને સન્માન પાત્ર આપી સન્માનીત કરતા જિલ્લાના પોલીસ બેડમાં ખુશી વ્યાપી જવા પામેલ હતી.

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિલિપ્ત રાય ની સૂચના મુજબ અમરેલી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ સી બી ) માં પી એઇ તરીકે ફરજ બજાવતા આર કે કરમટા એ અમરેલી જિલ્લા માં અસામાજિક તત્વો ને તેમજ અસામાજિક પ્રવુતિ કરતા બુટલે ગરોને કાયદાનું ભાન કરાવી ભો ભીતર કરી ભૂગર્ભમાં ઉતારી દીધા છે ગુન્હો કરતા ગુન્હેગારો ને ગણતરી ની કલાકોમાં પકડી પડેલ હતા અને રીઢા ગુન્હેગારો પાસેથી ગુન્હા નો પર્દાફાશ કરવામા ભારે સફળતા મેળવેલ છે

અમરેલી જિલ્લા ના ખૂણે ખૂણે થી દારૂ જુગાર જેવી પ્રવુતિ કરતા ઈસમો ની શાન ઠેકાણે લાવી દીધી  તેમજ અનેક શોધ ખોળ  વિગેરે આવી સુંદર અને સરાહનીય કામગીરી કરવા બદલ  આર કે કરમટા ને ૧૫ ઓગષ્ટ નિમિતે યુનિયન હોમ મિનિસ્ટર મેડલ મેળવેલ છે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિલિપ્ત રાય અને જિલ્લા કલેકટર આયુષ ઓકના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરતા જિલ્લા ના પોલીસ બેડામાં વ્યાપક ખુશી જોવા મળેલ હતી.

(12:59 pm IST)