Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જુગારીયાઓ થાકતા નથીઃ રાજકોટ જીલ્લામાં ૬ દરોડામાં ૩૬ પતાપ્રેમીઓ પકડાયા

મોટીમારડમાં ૪, જેતપુરમાં વાડાસડામાં ૬, ભાયાવદરના જામટીંબડીમાં ૪, જામકંડોરણાના રાયડીમાં ૬,ગોંડલમાં ૬, તથા વિંછીયામાં ૧૦ શખ્સો પતા ટીંચતા ઝપટે ચડી ગયા

રાજકોટ તા.૧૮ : શ્રાવણીયા જુગારના પાટલાઓ ઉપર પોલીસ રેઇડ કરી  સતત ધોંસ બોલાવે છે તેમ છતાં જુગારીઓ થાકતા ન હોય તેમ પાટલા માંડી દયે છે. ગઇકાલે જીલ્લામાં અલગ અલગ ૬ સ્થળે જુગારના દરોડામાં ૩૬ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં ધોરાજીના મોટીમારડ ગામે અશોક ઉર્ફે કારો નારણભાઇ ઝાલાવડીયા પોતાની ઓફિસમાંબ હારના માણસોને બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પાટણવાવના પીએસઆઇ વાય.બી. રાણા તથા હેડ કો. અશોકભાઇ ગોહેલ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા અશોક ઝાલાવડીયા, દિનેશ મગનભાઇ ડેડાણીયા, ભરત રવજીભાઇ કાલરીયા તથા પરેશ વજુભાઇ જાટીયા રે. તમામ મોટી મારડને રોકડા રૂ.૧૬૩૦૦, ચાર મોબાઇલ તથા એક બાઇક મળી કુલ રૂ.૪ર,૮૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન જગદીશ છગનભાઇ ઝાલાવડીયા નામનો શખ્સ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

બીજા દરોડામાં જેતપુરના વાડાસડા ગામે તાલુકામાં પોલીસની હેડ કો. બી.એસ.મોરી સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા વિનોદ નગીનભાઇ પરમાર, નરેન્દ્ર અભેસીંગભાઇ ચૌહાણ, દાનસીંગ ભવાનસીંગ ચૌહાણ, રાજુ કેશુભાઇ ચૌહાણ, જીતેશ રમેશભાઇ પરમાર તથા દિલીપ કિશોરભાઇ વાઘેલા રે. તમામ વાડાસડા ગામને રોકડા રૂ. ૧૩૭ર૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં ભાયાવદરના જામટીંબડી ગામની સીમમાં કિરીટ છગનભાઇ ધમસાણીયાની વાડીએ ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાયાવદરના પીએસઆઇ એસ.વી. ગોજીયા તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા કિરીટ ધમસાણીયા, સુરેન્દ્રસિંહ ભરતસિંહ વાળા રે. જામકંડોરણા, કૌશીક કેશવભાઇ બાલધા રે. જામકંડોરણા તથા બીપીન ઉર્ફે બાલો બચુભાઇ વાગડીયા રે. ખાટલીને રોકડા રૂ.પ૧,૧૦૦ મોબાઇલ નંગ-૩, ર બાઇક તથા એક કાર મળી કુલ રૂ.૬.૧૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન દિનેશ પાંચાણી રે. ચિત્રાવડ,સુરેશ આંબાભાઇ પેથાણી રે. જસાપર, પ્રવિણ ઠુમ્મર રે. જસાપર તથા અન્ય એક અજાણ્યો શખ્સ નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

ચોથા દરોડામાં જામકંડોરણાના રાયડી ગામે સંજુ પાન વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જામકંડોરણા પોલીસ મથકના પો. કો. ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા રાજેશ વાલજીભાઇ પરમાર, વિનોદ મોહનભાઇ પરમાર, અશોક રવજીભાઇ સોલંકી, જીતેશ હરસુખભાઇ ભડેલીયા, રોનક રમણીકભાઇ પરમાર તથા નીતીન ઉર્ફે ભગો જગાભાઇ પરમાર રે. તમામ રાયડીને રોકડા રૂ.૧૬રર૦તથા મોબાઇલ નંગ-૩ મળી કુલ રૂ.ર૧,રર૦ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાંચમા દરોડામાં ગોંડલના કૈલાસબાગ શેરી નં.૯માં રહેતા પરેશ વલ્લભભાઇ ભાદાણીના મકાનમાં જુગાર રમાતો હોવાની  બાતમી મળતા ગોંડલ સીટી પોલીસ મથકના પો. કો. જયસુખભાઇ ગરાંભડીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા મકાન માલીક પરેશ ભાદાણી, રવિ ગોરધનભાઇ ગોહેલ, હિરેન ચંદુભાઇ હુંબલ, પરસોતમ લાખાભાઇ મકવાણા, રેખાબેન વિઠલભાઇ ભુવા, આરતીબેન વિપુલભાઇ કાછડીયા તથા બેનુબેન પરેશભાઇ ભાદાણી રે. તમામ ગોંડલને રોકડા રૂ.૧૭૭પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

છઠ્ઠા દરોડામાં વિંછીયામાં બોટાદ રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા જફારભાઇ જમાલભાઇ શામદાર, રજાક જમાલભાઇ શામદાર, ઇસ્માઇલ જમાલભાઇ શામદાર, દિનશેભાઇ બચુભાઇ રાજપરા, સાગર જેન્તીભાઇ ખીસડીયા, વિજયભાઇ કેશાભાઇ વાલાણી, સુરેશ અરવિંદભાઇ ઝાપડીયા, મનુ ભનુભાઇ રાજપરા, કલ્પેશ સાદુલભાઇ રાજપરા તથા પિન્ટુ રણછોડભાઇ રાજપરા રે. તમામ વિંછીયાને રોકડા રૂ.રર૧૭૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:00 pm IST)