Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રાણાવાવના મોકર સાગરમાં તણાયેલા ત્રણ યુવાનોમાં ર યુવાનોની લાશ મળ્યા બાદ ત્રીજા યુવાનની લાશ મળી

ગોસા (ઘેડ), તા. ૧૮ :  રાણાવાવના મોકર સાગર રણમાં પાણીના પ્રવાહમાં તણાયેલા ૩ યુવાનોમાં ર યુવાનોની લાશ મળ્યા બાદ આજે ત્રીજા લાપતા બાવનભાઇ પુજાભાઇ કોડીયાતરની લાશ મળી આવી છે. આ લાશને શોધવામાં ગોસાબારાના જુમા બાપા મછીયારા પરિવારના સભ્યોની મહેનત સફળ થયેલ.

ગોસાબારા ખાતેથી મોકર સાગર રણમાંથી મોકર ગામના તણાયેલા ત્રણ યુવાનોમાંથી બે યુવાનોને લાશ મળ્યા બાદ  ગોસાબારા ના જુમા બાપા પરિવારના મરછીયારા પરીવારના પુના ભાઈ ઈસ્માઈલ, લાખાભાઈ ઈસ્માઈલ સહિતના યુવાનો સવારના સાત હોડીઓ લઇને મોંકર સાગર રણ વિસ્તારમાં વિશાળ ભરાયેલા પાણીના જ રાશિમાં મોકરના ગુમ થયેલા બાવન પૂજા કોડીયાતર નામના યુવાનની લાશને પુનાભાઈ સહિતની ટીમે શોધી કાઢવામાં સફળતા મેળવી છે.  મોકરનાં ત્રણ યુવાનો પાણીમાં તણાયેલા હતા ત્યારથી ગોસાબારા મચ્છીયારા પરિવારના પુનાભાઈ સ્માઈલ લાખાભાઈ સહિતના યુવાનો લગાતાર મોકર ગામના ત્રણેય યુવાનો ને ત્યારથી શોધખોળ માટે મચ્છીયારા પરિવારના યુવાનોની જહેમત કામે લાગી ગઈ હતી. અને ત્રણે ત્રણ મોકરના યુવાનોને સાગર રણના વિશાળ જળરાશિ ના પ્રવાહમાંથી શોધી કાઢવામાં નિૅં સ્વાર્થ ભાવે કામગીરી કરી હતી. જેને મોકરના માલધારી સમાજે સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.

(1:04 pm IST)