Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

બરડાડુંગરની ઘટના : સગર્ભા વનકર્મીના આઠ માસના ભ્રુણની પણ હત્યા થયેલ

એફ.એસ.એલ. ટુકડી દ્વારા ઝીણવટ ભરી તપાસ : શકમંદોની પુછતાછ : હત્યા અન્યત્ર કરી લાશો ફેંકી દેવાયેલ ? : એક વન કર્મચારી પણ શંકાના દાયરામાં

બરડા ડુંગરમાં સગર્ભા વનકર્મી, તેનો પતિ તથા એક શ્રમિકની લાશો મળી આવી તે તસ્વીરો.

પોરબંદર, તા. ૧૮ :  બરડા ડુંગરામાં સગર્ભા મહિલા ફોરેસ્ટ ગાર્ડ હેતલબેન કિર્તીભાઇ સોલંકી (ઉ.વ.૩૦) અને તેનો શિક્ષક પતિ કિર્તીભાઇ સોલંકી તથા એક શ્રમિક નગાભાઇ આગઠ ત્રણેયની હત્યા કરેલી લાશ મળી આવેલ અને ઘટના સ્થળે એફએલએલની ટુકડી દ્વારા તપાસ શ રૂ કરાયેલ. દરમિયાન સગર્ભા ફોરેસ્ટ ગાર્ડના આઠ માસના ભ્રુણની હત્યાં થયાનું ખુલ્યું છે.

ત્રીપલ મર્ડર તથા સાથે ભ્રુણની હત્યામાં પોલીસ દ્વારા શકમંદોની પુછપરછ થઇ રહી છે. હત્યાં અન્યત્ર કરીને લાશોને બરડા ડુંગરા દુર્ગમ વિસ્તારમાં ફેંકી દેવાયેલ છે. એક વન કર્મચારીની પણ શંકાના દાયરામાં છે જે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.  ફોરેસ્ટ ગાર્ડને આઠ માસનો ગર્ભ હોય તેમને સરકારી નિયમ મુજબ ૬ માસની મેટરનીટી લીવ મળે છે છતાં તે રજા કેમ લેવાય નહીં ? તે અંગે પ્રશ્ન તપાસ દરમિયાન ઉભો થયો છે.

પોરબંદરના રાતડી ગામે રહેતા તથા ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિર્તીભાઈ ગોવિંદભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૨ પોરબંદરના ગોઢાણા બીટ માં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા તેમના પતિ હેતલબેન કિર્તીભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૦ તથા વન વિભાગ રોજમદાર કામ કરતા નગા ભાઈ ભુરાભાઈ આગઠ ઉંમર વર્ષ ૪૦ ગત ૧૫ ઓગસ્ટના રોજ બપોરે બારેક વાગ્યે બરડા ડુંગરમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્ત્િ। અંગે પેટ્રોલિંગમાં હેતલબેન ની ખાનગી કારમાં ગયા હતા ત્યારબાદ મોડી સાંજ સુધી તેમનો કોઇ સંપર્ક થયો ન હતો.જે અંગે આજે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન એ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસે સૌથી વધુ અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ડ્રોન કેમેરાની મદદથી લઈ તથા જૂનાગઢથી સ્નિફર ડોગ મંગાવી અને આખા જંગલમાં શોધખોળ કરી હતી ત્યારે કાલે બરડા ડુંગરમાં આવેલ સરમણી ની વાવ નેશ થી દોઢેક કિલોમીટર દૂર ઊંડી ઝર ત્રણેયની લાશ મળી આવી તેમાં ત્રણેયના શરીર પર તીક્ષ્ણ હથિયારના દ્યા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા.ઙ્ગ એફ.એસ.એલ ની ટીમ ઘટના સ્થળે બોલાવી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણમાં વન્ય કર્મી ની પૂછપરછ ચાલી રહી છે હોય.

જયારે પુત્રવધુ હેતલબેન પોરબંદરના ગોઢાણા જંગલમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે ૧૫ ઓગસ્ટે બપોરે કાર લઈને પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં ગોઢાણા બેઠક પર ફોરેસ્ટ ગાર્ડ પતિ સાથે પેટ્રોલીંગમાં ગયા હતા ચોકીદાર નાગા ભાઈ મેર સાથે જોડાયા હતા ત્રણેય લોકો ગોધરાના જંગલમાં પહોંચ્યા બાદ કાર્તિકભાઈ અને ચોકીદાર થોડે દૂર ગયા હતા પરત ફર્યા હતા એ દરમિયાન ફોરેસ્ટ ગાર્ડ હેતલબેન તેમના સંબંધીઓ સાથે ફોનમાં વીડિયો કોલ કરી રહ્યા હતા સમય દ્યણો વીડિયો પણ કિર્તીભાઈ અને નગા ભાઈ ને ચાલુ વીડીયો કોલે શોધખોળ કરી હતી. એટલામાં જ થોડે દૂર ત્રણ જણા નહાતા હતા તેમની સાથે માથાકૂટ કરતાં હેતલબેન ના માતાએ કીધું હતું કે કોની સાથે માથાકૂટ કરે છે તું તારું કામ કર તેવા છેલ્લા માં પુત્રી વચ્ચે આ શબ્દો હતા.

આ અંગે પોરબંદરના આર.એફ.ઓ. અમિતભાઈ વાણિયાએ જણાવ્યું હતું કે પોરબંદરના ગોઢાણા જંગલમાં મહિલા તેના પતિ અને ચોકીદારની નિર્મમ હત્યા નો બનાવ પામ્યો છે. ગુમ થયાની થીયરી બાદ ત્રણેયની લાશ શોધી કઢાઇ છે પરંતુ મોઢા ઉપર અને માથાના ભાગે તિક્ષણ હથિયારના દ્યા સાથે હત્યાની કર્યાની આશંકા વ્યકત થઈ છે પોલીસે ત્રણેયની લાશ બરડા ડુંગરના ઉપરથી નીચે ઉતરતા એક કિલોમીટરના અંતર કાપતા ત્રણ કલાક પામી હતી બાદમાં ૧૦૮ની ટીમ થી મદદે સોમવારે બપોરે પીએએમ અર્થે હોસ્પિટલે ખસેડાઇ હતી તથા વધુમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.વિરમગામના તાલુકાના ગામમાં વણકર વશરામભાઈ વાલજીભાઈ ની પુત્રી હેતલબેન ના લગ્ન સડલા ગામ એ ગોવિંદભાઈ ના પુત્ર કાર્તિકભાઈ સાથે થયા હતા બાદમાં ટેસ્ટ ટ્યુબથી ગર્ભ ધારણ કર્યું હતું હાલ બનાવ સમયે મહિલા ગાર્ડ હેતલબેન અંદાજે આઠ માસના ગર્ભ ધારણ સાથે તેઓ પ્રેગનેટ હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવમાં ત્રીપલ હત્યાની સાથે બાળકના ભ્રૂણ હત્યા થયાનું ખુલવા આવતું આસપાસના ગામોમાં તથા પોરબંદર માં ભારે ચકચાર મચી રહી છે.

(1:04 pm IST)