Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કચ્છના મુન્દ્રા તાલુકાના જેરામસર તળાવને વધાવવા સમયે યુવાન ડૂબ્યો- શોધખોળ વચ્ચે શક્તિસિંહ ગોહિલે સીએમને NDRF ની ટીમ મોકલવા કર્યું ટ્વીટ

ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતમાં બનેલ બનાવને પગલે સાવચેતી ન લેવાઈ હોવાનો કોંગ્રેસી નેતાનો આક્ષેપ

(ભુજ) મુન્દ્રામાં દોઢ દાયકા બાદ ઓગનાયેલ જેરામસર તળાવને વધાવતી વેળાએ શ્રી ફળ લેવા અંદર ડૂબકી મારનાર તરવૈયાઓ પૈકી એક યુવાન લાપત્તા થતાં દોડધામ મચી ગઇ છે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં આ બનાવ બન્યો હતો. 

દરમ્યાન આ ઘટનાની જાણ થતાં જ આ વિસ્તારમાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી ડૂબેલા યુવાનને બચાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટ્વીટ કર્યું હતું. 

જોકે, શક્તિસિંહ ગોહિલે કોઈ પણ જાતની પૂર્વ સાવચેતી વગર તળાવમાં નાળિયેર વધેરીને આ શુકનના શ્રીફળને કાઢવા માટે સ્પર્ધા રાખવા બદલ ટીકા કરી હતી. બે દિવસ પહેલા જ મુન્દ્રાને અડીને ધ્રબ ગામની નદીમાં પાંચ જણા ડૂબવાની ઘટનામાં ચાર ના મોત નિપજ્યા હોઈ લોકોમાં ગમગીનીનો માહોલ છે. દરમ્યાન ચારેક કલાક થયા હજીયે યુવાનનો પત્તો મળ્યો નથી.

(7:06 pm IST)