Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કચ્છના મુન્દ્રામાં પુલ તૂટતાં જુના બંદરે જવાનો રસ્તો બંધ : વાહનચાલકો માટે હાલાકી સર્જાઈ

(ભુજ) ભારે વરસાદ વચ્ચે મુન્દ્રામાં જીવણરાય પાપડી ઉપર બનેલો પુલ તૂટી ગયો છે. 

પુલ તૂટવાના કારણે જુના મુન્દ્રા બંદરે જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ભારે વાહનોની અવરજવર માટે બનેલ પુલ નબળા બાંધકામને કારણે અને પાણીનો નિકાલ નહીં હોવાના કારણે તૂટ્યો હોવાની ચર્ચા છે. પુલ તૂટવાના  પગલે વાહનચાલકો માટે હાલાકી સર્જાઈ છે.

(2:27 pm IST)