Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

માળીયાહાટીના-લોધીકા-૧ાા, મેંદરડામાં ૧ ઇંચ

જામનગર-રાજકોટમાં ધીમીધારે વરસાદઃ કોટડા સાંગાણી-કેશોદ-માંગરોળમાં અડધો ઇંચઃ સર્વત્ર મેઘાવી માહોલ

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મેઘાવી માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આજે સવારના ૧૦ થી બપોરના ર વાગ્યા સુધીમાં ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ પડયો છે.

આજે જુનાગઢ જીલ્લાના માળીયાહાટીના અને રાજકોટ જીલ્લાના લોધીકામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જયારે જુનાગઢ જીલ્લાના મેંદરડામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર

જામનગર :.. જામનગરમાં બપોરે ર વાગ્યા આસપાસ ર૦ મીનીટથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સવારના ૬ થી બપોરના ર વાગ્યા સુધીમાં કાલાવડ, લાલપુર અને જામજોધપુરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

જુનાગઢ

 જુનાગઢ :  જુનાગઢ જીલ્લાના માળીયા હાટીનામાં દોઢ ઇંચ, મેંદરડામાં ૧ ઇંચ, વિસાવદરમાં પોણો ઇંચ માંગરોળ-કેશોદ- જુનાગઢમાં અડધો ઇંચ તથા ભેંસાણમાં ઝાપટા પડયા છે.

રાજકોટ

રાજકોટ શહેરમાં પણ કાળા ડીબાંગ વાદળા સાથે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

આજે લોધીકામાં દોઢ ઇંચ અને કોટડા સાંગાણીમાં અડધો ઇંચ તથા જામકંડોરણા, પડધરી, રાજકોટમાં હળવા - ભારે ઝાપટા પડયા છે.

આ ઉપરાંત ભાવનગર, ઉમરાળા, મહુવા, ભાણવડ, તાલાલા, મોરબીમાં ઝાપટા પડયા છે.

(3:45 pm IST)