Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ધોરાજીના સોનાપુરી સ્મશાનના ધૂમાડા ના કારણે આ વિસ્તારના લોકો પરેશાન

મુખ્યમંત્રીને સંબોધીને ચીફ ઓફિસરને રજૂઆત કરતા લતાવાસીઓ:સ્મશાનમાં કોરોનાવાયરસ ધરાવતા લોકોને પણ અગ્નિદાહ : મૃત્યુ દેહનો ધુમાડા સાથે રાખ મકાનો પર ઊડે છે લોકોને પણ મુશ્કેલી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના કુંભારવાડા વોર્ડ નંબર 1 માં આવેલ અક્ષરધામ સોનાપુરી બા ઈલેક્ટ્રીક ભઠ્ઠી મા બાળવામાં આવતા મૃત્યુ દેહ જે બાળવામાં આવે છે ત્યારે તેમની રાખ આ વિસ્તારના રહેણાંક મકાનોમાં ઉડે છે જેમાં કોરોનાવાયરસ ના દર્દીઓ ના મૃત્યુ થાય છે તેમના મૃત્યુ દેહને પણ અહીં અગ્નિસંસ્કાર આપવામાં આવે છે જેથી આ વિસ્તારમાં પણ મુશ્કેલી લોકો અનુભવી રહ્યા છે જેના અનુસંધાને આ વિસ્તારના ૧૫૦ થી વધુ લોકોએ રાજ્યના મુખ્યમંત્રી મેં સંબોધીને ધોરાજીના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું

ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને એડવોકેટ રાજુભાઈ બાલધા તેમજ આ વિસ્તારના ૧૫૦ જેટલા લતાવાસીઓએ સહી કરીને રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજીના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે
ધોરાજી નગરપાલિકાનાં વોર્ડ નં. 1 ના કુંભારવાડા વિસ્તારમાં ઇલેકટ્રીક સ્મશાન આવેલ છે. આ સ્મશાનમાં જયારે-જયારે અવસાન પામેલ વ્યકિતનું શબ બળતુ હોય છે ત્યારે તેમાંથી નીકળતા ધુમાડાથી એકદમ ખરાબ વાસ તથા દુર્ગંધ આવે છે અને આ ખરાબવાસ અને દુર્ગંધ જે તરફ પવનની દિશા હોય તે તરફ આશરે 1000 મીટરથી પણ વધારે વિસ્તારમાં દુર્ગંધ અને ખરાબવાસ ફેલાય છે.
તેના કારણે આ વિસ્તારમાં રહેતા બાળકો-વૃધ્ધો-લોકોને તેમના શ્ર્વાસોશ્ર્વાસથી શરીરમાં પ્રવેશ કરવાથી ઉલટી થાય છે અગરતો ઉલટી જેવો અહેસાસ થાય છે અને બેચેની અનુભવે છે.

હાલ ચાલી રહેલા વિશ્ર્વ કોવીડ-19 કોરોનાની મહામારીમાં અવસાન પામેલા દર્દીઓ તેમજ અન્ય ભયંકર રોગની બિમારીમાં સપડાયેલ દર્દીઓનાં અવસાન બાદ તેઓને આ ઇલેકટ્રીક સ્મશાનમાં તેમની દેહક્રિયા કરવાથી તેમાંથી નીકળતા ધુમાડાથી તેની દુર્ગંધ અને ખરાબવાસ આજુબાજુનાં વાતાવરણમાં હવાની દિશા સાથે ફેલાવાથી લોકોના શ્ર્વાસોશ્ર્વાસની ક્રિયા મારફત શરીરમાં પ્રવેશ કરવાથી તે આરોગ્ય માટે હાનીકારક હોય

અને તેનાથી ભવિષ્યમાં ભયંકર બીમારીમાં લોકો સપડાય તે પહેલા આ ઇલેકટ્રીક સ્મશાન રીપેરીંગ કરવા તેમજ જો વારંવાર દુર્ગંધનો પ્રશ્ર્ન ચાલુ રહેશે તો આ ઇલેકટ્રીક સ્મશાન બંધ કરી જુની પ્રથા મુજબ શબને લાકડથી અગ્નિદેહ આપવાનું ચાલુ કરાવવા ઘટતુ કરવામાં નહી આવે તો આ વિસ્તારનાં લોકોને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવો પડશે. તેમ છતા કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો નાછુટકે તેમના ઘર-મકાન, માલ-મિલકત છોડીને હીજરત કરવી પડશે. તેવી પુરેપુરી દહેશત આ વિસ્તારના લોકોમા સેવાય રહેલ છે.

આ અંગેની રજુઆત ધોરાજી નગરસેવા સદનના પુર્વ ઉપપ્રમુખ અને એડવોકેટ એન્ડ નોટરી રાજેશ આર. બાલધાએ આ વિસ્તારનાં 1પ0 થી વધારે લોકોની સહીઓ સાથે ચીફ ઓફીસરને સંબોધીને મુખ્યમંત્રી સુધી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ અનેેેે તાત્કાલિક ઘટતું કરવાની માગણી કરી હતી

(6:35 pm IST)