Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ધોરાજીના નિર્ભર તંત્રને જગાડતા ધોરાજીના આગેવાનો

ધોરાજીના જેતપુર રોડ પર મોટા ખાડાઓમાં લોકોએ સ્વયંભૂ વિરોધ કરી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી નવતર વિરોધ કર્યો

ધોરાજીના જેતપુર રોડ ઉપર બબ્બે ફૂટના ઊંડા ખાડા અનેક લોકો અકસ્માત ના ભોગ બન્યા છતાં તંત્ર મૌન બન્યું છે ધોરાજી નગર પાલિકાના આગેવાનોએ અનેક વખત ખાડાઓ બુરાવ્યા પણ તમામ ખર્ચો પાણીમાં ગયો છે

ધોરાજી નો જેતપુર રોડ નગરપાલિકાનો છે કે માર્ગ અને મકાન વિભાગનો બંને તંત્ર મોન બનતા આગેવાનોએ નવતર વિરોધ કર્યો હતો

ધોરાજીના જેતપુર રોડ એટલે કે મહત્વનો વિસ્તાર ગણાતો આ માર્ગ ઉપર લોકો ચાલી પણ શકતા નથી એટલી હદે ખાડાઓ પાણીથી ભર્યા છે છતાં તંત્રની આંખ ઉઘડતી નથી

શું આ વિસ્તારમાં કોઈનો ભોગ લેવાય એમની રાહ જોવાઇ રહી છે....? આગેવાનો સવાલ ઉઠાવી રહ્યાં છે

(7:30 pm IST)