Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રકતદાન કેમ્‍પ યોજાયો

જસદણ તા. ૧૮ : આદર્શ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રા શાળા ખાતે લાઈફ બ્‍લડ બેન્‍કનાં સૌજન્‍યથી રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સહિયારા પ્રયત્‍નથી ૮૨ બોટલ રક્‍ત એકત્ર થયું હતું. ૨૫ થી વધુ વાર રક્‍તદાન કરેલᅠ ૧૦ રક્‍તદાતાઓનું બહુમાન કરવામાં આવ્‍યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરના નામાંકિત ડોકટર્સ, સામાજિક સંસ્‍થાનાં કાર્યકરો અને અગ્રણીઓએ હાજર રહી રક્‍તદાન સાથે કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. આદર્શ ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણ દ્વારા છેલ્લાં પોણા બે વર્ષથી સામાન્‍ય માણસને સ્‍પર્શતી શીરા વિતરણ પ્રવૃત્તિમાં આશરે ૨૦૦૦ પ્રસૂતાને શીરો પહોંચાડવામાં આવ્‍યો છે. હવે તેની સાથે બાળોતિયા(બાળ પ્રભુના વાઘા અર્પણ કરવાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્‍યો છે. ઉપરાંત, જરૂરિયાતમંદ દર્દીઓને ડિપોઝીટ સાથે ‘મેડિકલ સાધનો' ઉપલબ્‍ધ કરવાની સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
આદર્શ ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણ દ્વારા દર વર્ષે સ્‍વામી વિવેકાનંદ જયંતિ ઉજવણી, વૃક્ષારોપણ અને કાયમી ધોરણે હોસ્‍પિટલમાં શીરો વિતરણ,જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય,ચોપડા વિતરણ જેવા અનેક વિધ સેવાકીય કાર્યોᅠ કરવામાં આવે છે.

 

(9:57 am IST)