Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

શરદ પૂર્ણિમાએ ગીરનાર ગોદમાં યોજાતો નરસિંહ એવોર્ડ-કેશોદ પાસે યોજાતો ત્રિ-દિવસીય અક્ષયધામ મેળો કોરોના નિયમન કારણે આ વરસે બીજી વાર બંધ

વિક્રમના ઉઘડતા વરસમાં ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ સાનિધ્‍યે યોજાતો ‘કાર્તિક પૂર્ણિમા' મેળો પણ યોજાય તેવી શકયતા નહીવત વેઇટ એન્‍ડ વોચ..

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૧૮ : વિશ્વ પ્રસિધ્‍ધ ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટી -સચિવ પ્રવિણભાઇ લહેરી છેલ્લા પાંચ દિવસથી સોમનાથ મુકામ કરી રહ્યા છે. અને વિક્રમના ઉઘડતા વરસમાં સોમનાથ મંદિરને વિકાસ લગતાં કાર્યો અને અમલીકરણની પુરાજોશ -ઉત્‍સાહ અને પરિશ્રમથી મહેનત કરી રહ્યા છે અને આ વરસમાં લીધેલા સંકલ્‍પોના અમલ તથાᅠનવા કાર્યો અંગે સંકલન કરી રહ્યા છે જેની વિગત તા. ૨૨ ઓકટો. ના રોજ સ્‍થાનિક કક્ષાની મીટીંગ લઇ જણાવવામાં આવશે તેમ તેને જણાવ્‍યુ છે.
ઇતિહાસ પ્રસિધ્‍ધ ‘સોમનાથ કાર્તિક પૂર્ણિમા' પંચ દિવસીય મેળો યોજાશે કે નહીં ? તે પ્રશ્‍નના જવાબમાં તેણે જણાવ્‍યુ કે, ‘સરકારની કોરોના નિયંત્રણ ગાઇડલાઇન ઉપર તેનો આધાર છે જેની અમો વખતો વખત રાહ-અભ્‍યાસ કરી યોગ્‍ય સમયે નિર્ણય લેવાશે.'
જો કે કોરોના નિયંત્રણો હજુ ચાલુ જ રહેવાના દેખાય છે જેથી સોમનાથના મેળા અંગે પણ અવઢવ છે જે યોજાય તેવી શકયતા હાલ નહીવત છે.
૧૯૫૫થી સોમનાથ ખાતે યોજાતો આ મેળો એક વરસ વાવાઝોડા કારણે, બીજી વાર ચીન યુધ્‍ધ ટાણે અને ગત વરસે કોરોનાને કારણે બંધ રહે અને ચાલુ વરસે પણ જો બંધ રહેશે તો કોરોના નિયમના કારણે સતત બીજા વરસે આ મેળો બંધ રહેશે.
શરદ પૂર્ણિમાએ કેશોદના અક્ષયનાથ મહાદેવ મંદિરે સોરઠનો શાનદાર ત્રિ-દિવસીય પ્રતિ વર્ષ યોજાતા મેળા અંગે સોમનાથ સ્‍થિત અક્ષયધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જયકરભાઇએ જણાવ્‍યુ કે, ‘કોરોના નિયંત્રણ કારણે સરકારે ફકત ૪૦૦ માણસોની જ છૂટ આપી છે જ્‍યારે આ મેળામાં ચાર લાખ માણસો ભેગા થાય છે જેથી મેળો

 

(11:49 am IST)