Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કાલાવડ : ભરણપોષણની રકમ નહિ ભરતા પતિને ૨૩૭ દિવસની જેલ સજા

કાલાવાડ,તા. ૧૮ : કાલાવડ તાલુકાના નવાગામના રહેવાસી યુવાન ભરણ-પોષણની રકમ પત્‍નિને ન ભરતા જેલ હવાલે કરાયો હતો.
આ કેસની વિગત એવી છે કે નવા ગામનો ભરવાડ સમાજનો યુવાન જીવણભાઇ ભલાભાઇ મેવાડા, છેલ્લા ઘણા લાંબા સમયથી તેમની પત્‍નિને ભરણપોષણ ચુકવવા આનાકાની કરતા હોય અને ભરણપોષણ ચુકવવાની જવાબદારી પુરી કરતા ન હોય અને પોતે ભરણપોષણ ચુકવી શકે તેમ નથી તેવા જવાબ રજુ કરતા કાલાવડ કોર્ટના પ્રિન્‍સીપાલ સિવિલ જજ તેમજ વિદ્વાન જજશ્રી એસ.કે.શર્મા ૨૩૭ સજાનો હુકમ કરેલ છે.
આ કામે અરજદાર તરફે વકીલશ્રી વાય.એચ.ગોંડલીયા રોકાયેલ હતા.

 

(10:05 am IST)