Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોરબીના અમરેલી ગામે સાપ કરડી જતા યુવતીનું સારવાર દરમિયાન મોત.

સાપ કરડી જતા મોરબી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી

મોરબી તાલુકાના અમરેલી ગામમાં સાપ કરડી જતા યુવતીને સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થતા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે
અમરેલી ગામની રહેવાસી મનીષાબેન મોહનભાઈ વ્યાસ (ઉ.વ.૧૮) નામની યુવતીને ગત તા. ૦૫ ના રોજ અમરેલી ગામની સીમમા વાડીએ હોય ત્યારે સાપ કરડી જતા મોરબી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે જે બનાવ મામલે તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:17 am IST)