Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોરબીના શનાળા ગામે પટેલ સમાજ વાડીએ સગાઇના દિવસે જ ઘડિયા લગ્ન લેવાયા.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતયા પણ હાજર રહ્યા અને ઘડીયા લગ્નના અભિયાનને સમર્થન આપ્યું

મોરબી પટેલ સમાજ વાડી ખાતે વિડજા પરિવારની દીકરી અને સાણંદિયા પરિવારના દીકરાની સગાઈ પ્રસંગે ઘડીયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતયા પણ હાજર રહ્યા હતા અને રહી ઘડીયા લગ્નના અભિયાનને સમર્થન આપ્યું હતું
મોરબી શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે સગાઈ પ્રસંગે બંને પક્ષે નક્કી કરી ઘડીયા લગ્નનું આયોજન કરેલ હતું ભરતભાઈ ગોવિંદભાઇ વિડજા જુના ઘાટીલા વાળાની સુપુત્રી  જાનકી અને સ્વ. સંજયભાઈ અમરશીભાઈ સાણંદિયા બગથળા વાળાના સુપુત્ર અમોઘ ના સગાઈ પ્રસંગે બંને પક્ષે ઘડિયા લગ્ન માટે સહમતી આપી હતી અને સગાઇના દિવસે જ ઘડિયા લગ્ન યોજી બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવી હતી
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યએ  ઉપસ્થિત રહ્યા હતા અને ઘડિયા લગ્નની જે પહેલ કરવામાં આવી છે તેને બિરદાવી લોકો ખોટા ખર્ચાઓ બંધ કરી સાદાઈથી લગ્ન કરે તેમ જણાવ્યું હતું.

(10:24 am IST)