Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ઘેડ પંથકમાં સાતમી સદીના સોલંકી યુગ પહેલાના મંદિરોની જાળવણીની જરૂર

પુરાતત્વ ખાતા દ્વારા ઐતિહાસિક સ્થળોએ માત્ર ચેતવણી બોર્ડ મુકવા સિવાય સંભાળ લેવાતી નથી : પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરે તેવી માંગણી

પોરબંદર : રામાયણકાળ સાથે જોડાયેલ અતિ પ્રાચીન પૌરાણીક સંસ્કૃતિ સાથે ધાર્મિક સાંસ્કૃતિક પોરબંદર ધરાવે છે. સિન્ધુ સંસ્કૃતિ સિન્ધુ સભ્યતા અસર જોવા મળે છે. આ અસર નીચે પોરબંદર જીલ્લાના ઘેડ વિસ્તારમા સોલંકી યુગના પણ દર્શન થાય છે. પરંતુ અફસોસ એ છે કે, જેટલુ બરડા વિસ્તારના ગામો સીમાડા અને ડુંગરમા સંશોધન થયુ છે અને થઇ રહ્યુ છે તેની નોંધ લેવાયેલ છે. જયારે સોલંકી યુગની હાજરી દર્શાવતા ઘેડ પંથકમા પ્રવર્તમાન સમય દરમિયાન જે સંસ્કૃતિ પથરાયેલ છે. તેના પર પ્રકાશ આજ દિન સુધી પડયો નથી.

હિન્દુસ્તાન સ્વતંત્ર થયા બાદ બંધારણ્ય શાસન અમલમાં છે. અમૃત ઉત્સવની ઉજવણી ભારત કરી રહેલ છે. સને ૧૯૫૧ પરની સાલથી પ્રજાકીય શાસનની શરૂઆત થઇ પોરબંદર જીલ્લાને ૨૪ ચોવીસમું વર્ષ પસાર થઇ રહેલ છે.

આ સમયગાળામાં પ્રજાકીય શાસનમાં ચુંટણી પ્રથા આવી પ્રજાકીય શાસન શરૂ થયુ અને પ્રજામતથી ચુંટાયેલ પ્રતિનિધીઓ રાજકીય શાસનમાં આવ્યા રાજકીય શાસન ચલાવવા અને સહાયરૂપ થવા જીલ્લા વાર ચુંટણી પ્રથા દાખલ થઇ જેમા ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર તાલુકા જીલ્લા, કોર્પોરેશન વિસ્તાર, વિધાનસભા, લોકસભા, રાજયસભા વિસ્તારની ચુંટણીથી પુખ્તવયના મતદારોના મતથી પ્રતિનિધી ચુંટીને શાસનમાં પથદર્શક તરીકે મોકલવામાં આવે છે. આ ચુંટાયેલી પ્રતિનિધિઓ ગ્રામ્યકક્ષાએથી લઇ રાજયકક્ષા વિધાનસભા કેન્દ્રમાં લોકસભા અને રાજયસભા સુધી શાસન સાથે જોડાયેલ છે અને સરકારમા પથદર્શક બની પોતાના મતક્ષેત્રના વિકાસના કાર્યોમાં મદદ કરી રહ્યા છે પરંતુ આ ચુંટાયેલા પ્રતિનિધીઓ પાસે પોતાના મતક્ષેત્ર પુરતી ભુગોળ કે ઇતિહાસની જાણકારીનો અભાવ અથવા પુરતુ ધ્યાન અપાયેલ નથી. માત્ર ચિલાચાલુ વિકાસની રજૂઆત કરાય.

વર્તમાન સ્થિતિએ પોરબંદર પંથકની ભુગોળ ઇતિહાસ સંશોધક લેખો પ્રગટ થાય છે તે સંપુર્ણ સ્વતંત્ર સંશોધન કરેલ હોય તે પ્રમાણે પ્રસિધ્ધ થતા નથી. ભેળસેળ અથવા અન્ય વ્યકિત દ્વારા સંશોધન કરાયેલ ઉત્તરા નામ ફેર પ્રસિધ્ધ કરવામાં આવે છે સંશોધક સત્યનામ દુર રાખી પોતાના અહમનું કાજલ બગાડી પ્રશંસા મેળવે છે. સમાજમાં ડાયસ પસ બેસવાનુ સ્થાન પ્રાપ્ત કરે છે. પોરબંદર જીલ્લા પંથક, શહેરના ઇતિહાસ ભુગોળનો ઇતિહાસ વર્તમાન સ્થિતિએ ભેળસેળ યુકત ઉતારામાંથી શોધી લેખક પોતાના નામે પ્રસિધ્ધ કરે છે. સંશોધક તરીકે નામ દર્શાવવામાં ક્ષોભ અનુભવે છે.

એ ઉલ્લેખનીય છે કે, જેટલો ગિરનાર પર્વત પ્રાચીન ગણાય છે. તેનો સમકાલીન બરડો ડુંગર ગણાય છે. ગીરનારનો પથ્થર કાળો તેમજ બરડા ડુંગરનો પથ્થર કાળો છે. ગીરનાર બરડા પર્વત વિસ્તારો આસપાસ ખનીજ સંપતિનો વિપુલ ભંડાર મળી આવે તેવી પુરતી શકયતા રહેલ છે. હાલ તો બિલ્ડીંગ સ્ટોન નીકળે છે તેમજ લાઇમ સ્ટોન કાઢવામા આવે છે.

એક હકીકત સમાચારના માધ્યમો દ્વારા બહાર આવી તેના આધારે ઘેડ વિસ્તારમા ઇતિહાસનુ સંશોધન થવુ જરૂરી બન્યુ છે. પુરાતત્વ વિભાગનું સંશોધન છબછબીયુ બહાર આવેલ છે. આ સંશોધન શ્રમિક ઇતિહાસવિદ સ્વ.મોહનપરી દ્વારા કરાયેલ છે. સ્વ. મોહનપરી કૈલાશવાસ થતા તેના સંશોધનાત્મક લેખક ઉતારા  ક્રમશઃ થોડા ફેરફાર સાથે પોરબંદર ઇતિહાસકાર પોતાના નામથી પ્રસિધ્ધ કરે છે. જાણકાર સત્યને જાણે છે.

ઇતિહાસ સંશોધક સ્વ.મોહનપરી દ્વારા તથા ઘણા વિસ્તારના નાગરીકો દ્વારા આજ દિન ગુપ્ત અજ્ઞાત રહેલ સોલંકી યુગ સમયના પ્રાચીન મંદિરો પુરાતત્વ ખાતા દ્વારા આરક્ષીત કરાયેલ છે. માત્ર ચેતવણી બોર્ડ સિવાય કોઇ સારસંભાળ લેવામા આવતી નથી.

ઘેડ પંથકમાં સૌરાષ્ટ્રના ગૃપ ટેમ્પલો મંદિરોમાં સ્થાન પામેલા સાતમી સદીના સોલંકી યુગ પહેલાના મંદિરોની ઇતિહાસના બદલે પથ્થરના ઢેર બનીને ઉભા છે. નવરાત્રીના આ તહેવારમા માતા આદ્યશકિતના ઐતિહાસિક સમા મંદિરો ખંઢેર બની જતા પુનઃ આ મંદિરોમા પ્રાણ પુરવા જીવંત બનાવવા લોકમાંગણી પ્રબળ બની છે. આ વિસ્તારના યુવા ધારાસભ્ય વિકાસશીલ માનસ ધરાવતા રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા આ સ્થળની જાત મુલાકાત લ્યે ફોટોગ્રાફી કે વિડીયો કરણ કરી સરકારમાં યોગ્ય રજૂઆત કરે. તેમજ ધાર્મિકવૃતિ ધરાવતા સાંસદ સભ્ય રમેશભાઇ ધડુક તેમજ રાજયસભાના સભ્ય રામભાઇ મોકરીયા પણ આ વિસ્તારની અચુક મુલાકાત લઇ ભારત સરકારમા ઉચ્ચકક્ષાએ ફોટોગ્રાફી સાથે વિડીયો કરણ કરી ફિલ્મ રજૂઆત કરી સુસ્ત રહેલ પુરાતત્વ વિભાગની અધિકારીઓની કુંભકર્ણ અવસ્થામા જાગૃતિ દાખવે તે જરૂરી છે.

આ મંદિરોમાં સૌરાષ્ટ્ર ગૃપના મંદિરોમા સ્થાન પામેલ સાતમી સદીના સોલંકી યુગ પહેલાના મંદિરો આવેલા છે. જેમાં પીઠડ માતાજી અને રાંદલ માતાજીના મંદિર બોડ માનસથી દુર અંતર વિસરાઇ ગયા છે. ઓળખ ભુલાણી ઇતિહાસની પરંપરા જાળવણી ના અભાવે પથ્થર બની ગયા છે. ઐતિહાસિક આ મંદિરોને પુનઃ જીવંત કરવા ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરાવવા તેમજ વધુને વધુ ઇતિહાસ સંશોધક દેશ વિદેશના પર્યટકો આ સ્થળની મુલાકાત લ્યે તે દિશામા ઉત્સાહી ધારાસભ્ય, ધાર્મિક વૃતિ ધરાવતા સાંસદ અને વિકાસશીલ માનસ ધરાવતા રાજયસભાના સભ્ય જાગૃતિ દાખવે રાજય કેન્દ્ર સરકારમા રજૂઆત કરી કાર્યને ગતિશીલતામાં લાવે. માત્ર પત્ર વ્યવહાર કરી પુનઃ કુંભકર્ણની જેમ નિંદ્રા અવસ્થા ભોગવવાને બદલે જાગૃતિ સાથે ઘેડ વિસ્તારના વિકાસદ્વારએ વેગવંતા બનાવે.

આ સ્થળ પોરબંદરથી દરિયાઇ પટ્ટી પર ૪૦ થી ૪પ કિમી આવેલ જૈનધર્મોના સુપ્રસિધ્ધ યાત્રાધામ બળેજ અને ભાણેજ ગામની સરહદે આવેલ બાણેજ ગામે આવેલ ગુજરાત સુપ્રસિધ્ધ મંદિરોમાં સૌરાષ્ટ્રના ૭ સ્ટાર ગૃપ મંદિરમા નોંધાયેલ છે. તે સમુહમાં ૪ મંદિરોનો સમુહ અને અહી જોવા મળે છે. જે મંદિરો સોલંકી યુગ પહેલાના છે. આ મંદિરો પૈકી પીઠડ માતાનું મંદિર અજંતાની અસર દેખાતુ મંદિર જોવા મળે છે. સાતમી સદીનુ મનાય છે. આ મંદિરમાં ગર્ભગૃહ, પ્રદિક્ષીણાપથ, મંડપ, પરસાળ જોવા મળે છે. દંતાવલી અને છત્તથી ઢળતી કાંગરી સિવાઇ કાઇપણ સુશોભન નથી. દિવાલો પણ સુશોભન નથી. આ મંદિરની બાંધણી પીરામીડ પ્રકારના શિખરોમાં ઉંચે બનેલા ત્રણ તબકકામાં અનુકુળો ૪ ૩ અને રે લાંબા અંતરે ગોઠવેલી, કમળોની કોતરણી ધરાવતી હવાબારીની ભાત જોવા મળે છે. મંદિરના એક સ્થંભ પરની કોતરણી આબેહુબ ફુલની કોતરણી, અજંતાના ચોરસ સ્તંભ પરની આબેહુબ લાગે છે. પૌરાણિકમાં પૌરાણિક સાતમી સદીનું બનેલ કોઠા મંદિર જોવા મળેલ છે. સ્થાનિક લોકમા આ મંદિર રાંદલ માતાના મંદિર તરીકે જાણીતુ છે. મંદિરના શિખરના ભાગે હવાબારી જેવી ભાત જોવા મળે છે. એક માત્ર મૂળ સ્વરૂપનો બચેલો ભાગ છે. મંદિરમા પ્રદક્ષિણા માટે વ્યવસ્થા નથી. મંદિરના ત્રિબંધીય બારસાખના ઉભેલા ભાગે વચ્ચેની હારની ભાત અને બહારની બાજુએ કમળની ભાત જોવા મળે છે. અંદરના ભાગ ઘણોખરો ફેરફારમાં બદલાયેલ જણાય છે. મધ્યકાળમાં દુરનુ નિરિક્ષણ કરવા માટે આ મંદિર વપરાતુ હોવાથી આ મંદિરનું નામ કોડો પડયો હોવાનુ મનાય છે.

ઐતિહાસિક પરંપરા સમા આ મંદિરો રખરખાવના અભાવે આ મંદિર ખંઢેર બની ગયા છે. ઇતિહાસના રસીકો અને સ્થાનિક ભકતો સિવાય મંદિરમાં કોઇ વ્યકિત આવતી નથી. વિદાય લીધેલ નવરાત્રીના પાવન અવસરે માતાના બંને મંદિરો ઉપરાંત સમુહમાં જોડાયેલ મંદિરો ઐતિહાસિક પરંપરાને પુનઃ ગૌરવ યુગમાં સ્થાપિત કરવા માટે સંકલ્પ થવો જરૂરી બની ગયો છે.

માતાના મંદિરો ઉપરાંત શિવમંદિર આવેલુ છે જે આઠમી સદીનું છે. તે મંદિરના પરસાળના સ્થંભો, કિર્તીમુખો અને કીચહોચી અલંકૃત છે. છતમાં નોંધપાત્ર કમળની ભાત છે. છત ગર્ભગૃહમા પણ જોવા મળે છે. અન્ય અનલંકૃત પ્રકારનું શકિત મંદિર પણ છે. જે જર્જરીત થઇ ગયેલ. નાના મંદિરોનુ ગર્ભગૃહ સાદુ છે. પ્રવેશ માટેની પરસાળ છે. તેના બચેલા શિખરનો ભાગ જોઇએ તો સમજાય કે જે તે સમયે પિરામીડ પ્રકારનું

હશે. પરસાળના સ્થંભો ટોચ અલંકૃત છે. સૌથી ઉપર વિશાળ કીર્તીમુખો, કીચકોની કોતરણી છે. તે ઉપરાંત ચારેય ગૃપના મંદિરોની બહાર, અગિયારમી સદીનુ અને બારમી સદીનું તોરણ આવેલુ છે. સમગ્ર સૌરાષ્ટ્રના એકમાત્ર સોલંકી યુગનુ તોરણ છે. તેના સ્થંભોની ટોચે કીચકની કલંકરણ જોવા મળે છે. કમાન ઉપર મહિષાસુર મર્દિનીની પ્રતિમા અને તેની બાજુમા નાના શિખરોની કોતરણી જોવા મળે છે.

આ મંદિરનો ઉલ્લેખ બોખીરામા રહેતા ઇતિહાસવીદ મોહનપુરી ગોસ્વામીના પુસ્તકમાં ઉલ્લેખ કરાયેલ છે. આ મંદિર લોહાણાવાળી કાઠીઓ અને નાથ ગૃહસ્થી સાધુઓનું મુખ્યસ્થાન છે. પરંતુ હાલમા અહી કોઇ પુજારી કે સાધુ સંતો ન હોવાથી મંદિરો પુરાતત્વ વિભાગના રક્ષીત સ્મારક તરીકે જાળવાયેલ છે. પુરાતત્વ વિભાગનો એકપણ કર્મચારી પરિણામે સૌરાષ્ટ્ર અને ગુજરાતના પોરબંદર જીલ્લામા ખુબ જ ઓછી જાણીતી છે.

: સંકલન :

હેમેન્દ્રકુમાર પારેખ

સ્મીત પારેખ

પોરબંદર

(10:39 am IST)