Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કોડીનાર તાલુકા પંચાયતની સભામાં પ કરોડના વિકાસના કામોને મંજુરી

કોડીનાર તા.૧૮ : તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં ૧૫ માં નાણા પંચની ગ્રાન્ટમાંથી પ કરોડના વિકાસના કામો મંજુર કરાયા હતા.

તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન પ્રતાપભાઇ ડોડીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. સામાન્ય સભાની મીટીંગમાં તાલુકાના વિકાસ માટે ૧પ માં નાણા પંચની ગ્રાન્ટમાંથી પ કરોડના વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામ પંચાયત તરફથી આવેલ વિવિધ રજૂઆતોના આધારે મનરેગા યોજના હેઠળ લાખો રૂ. ના વિકાસના કામો મંજૂર કરાયા હતા. અને વિશેષમાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે તાલુકા આયોજન સમિતિએ અગાઉ સવા કરોડના કામો મંજૂર કરેલ હોય. જે હાલ પ્રગતિમાં હોવાનું અને આ ઉપરાંત એ.ટી.વી.ટી. યોજના હેઠળ દોઢ કરોડના કામો પણ મંજૂર કરેલ હોય જે પણ હાલ પ્રગતિમાં હોવાનું સામાન્ય સભામાં જણાવાયુ હતુ. સામાન્ય સભામાં તાલુકા પંચાયતના હોદેદારો, પદાધિકારીઓ, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(10:39 am IST)