Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોરબીમાં ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન દ્વારા ‘રાસોત્સવ’ યોજાયો.: તબીબોએ પરિજનો સાથે રાસની રમઝટ બોલાવી

મોરબીમાં ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન આયોજિત રાસોત્સવમાં તબીબોએ પરિજનો સાથે રાસની રમઝટ બોલાવી હતી.

ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન-મોરબી બ્રાન્ચ દ્વારા ગ્રીનવેલી સ્કુલ ખાતે ગત શનિવારે રાત્રે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના ઉત્સાહભર્યા રાસ-ગરબા બાદ યોજાયેલા આ કાર્યક્રમમાં ડોક્ટરોએ તેના પરિવારજનોએ સાથે ઉમંગભેર ભાગ લીધો હતો. અને રાસ-ગરબાની જમાવટ કરી અલ્પાહારનો લાભ લીધો હતો. હમેંશા ડોક્ટરના સફેદ ડ્રેસકોડના જોવા મળતા તબીબોએ પ્રાચીન વેશભૂષામાં સજ્જ થઇ રાસોત્સવની મોજ માણી હતી.

(10:54 am IST)