Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પોરબંદર જિલ્લાની નાગરિક સેવાઓની કચેરીઓમાં સીટીઝન ફીડબેક સીસ્ટમ

 પોરબંદરઃ જીલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવાની સાથે ગુડ ગવર્નન્સ અભિગમ અંતર્ગત જીલ્લાની નગરપાલિકાઓ, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, દવાખાનાં, પંચાયતો સહિત કચેરીઓમાં સીટીઝન્સ ફિડબેક સીસ્ટમ અમલમાં મુકવાનું નક્કી થયું હતું. આ ઉપરાંત ટીમ પોરબંદરના અધિકારીઓ દ્વારા કોઇપણ નાગરિક કે સંસ્થા પાસેથી દિવાળી ગિફ્ટ ન લેવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સંકલ્પ પારદર્શક વહીવટ અને પ્રજાભિમુખ વહીવટના ભાગ રૂપે લીધો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણી, અધિક કલેકટર એમ.કે.જોશી,સીટી ડી.વાય.એસ.પી, પ્રાંત અધિકારીઓ તેમજ આરોગ્ય, ખેતી, આયોજન, સીટી સર્વે ,શિક્ષણ સિંચાઈ સહિતની કચેરીઓના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:53 am IST)