Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોરબી સ્ટેટ કો ઓપરેટિવ એગ્રી બેન્કના પ્રમુખ પ્રભુભાઈ ઉપપ્રમુખ તરીકે મિયાત્રાઃ મોરબી જીલ્લા ખેતી બેંક પર ભાજપનો કબ્જો

 મોરબીઃ સ્ટેટ કો ઓપરેટિવ એગ્રી બેંક માળીયા શાખાના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે પ્રભુભાઈ અમરશીભાઈ ભૂત, ઉપ પ્રમુખ પદે જેઠાભાઈ મિયાત્રા, પ્રતિનિધિ તરીકે મગનભાઈ કૈલા અને સભ્ય તરીકે ઠાકરશીભાઈ વિડજાની નિમણૂક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભુભાઈ ભૂત મોરબી નગર પાલિકા માં પેરચેસ કમિટીના ચેરમેન અને મોરબી નાગરિક સહકારી બેન્કના ડિરેકટર તરીકે સેવાઓ આપી રહ્યા છે.જ્યારે જેઠાભાઇ મિયાત્રા કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના પ્રભારી તરીકે કાર્યરત છે.

ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંકની મોરબી શાખાની ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદ માટે પ્રભુલાલ વિરજીભાઈ પનારા અને ઉપપ્રમુખ તરીકે બાબુલાલ જીણાભાઇ ઉધરેજાને પક્ષે મેન્ડેટ આપ્યું હોય જે બંને હોદેદારો વિજયી બન્યા છે અને મોરબી જીલ્લા ખેતી બેંકના પ્રમુખ તરીકે પ્રભુભાઈ પનારા અને ઉપપ્રમુખ બાબુલાલ ઉધરેજા ચૂંટાયા હોય ત્યારે બેંકના ડીરેકટર જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

(1:07 pm IST)