Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જામનગર ગ્રામ્યના વીજ પ્રશ્નોને નિવારવા કૃષિ મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી

જામનગર તા. ૧૮ : જામનગર સર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ઉપસ્થિત થતાં વીજળીના પ્રશ્નો અંગે કલેકટર ડો. સૌરભ પારઘી તેમજ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં ધ્રોલ, જોડિયા, જામનગર, કાલાવડ તાલુકા વિસ્તારના વીજ પાવરના પ્રશ્નો માટે મંત્રીશ્રીએ અધિકારીઓનું ખાસ ધ્યાન દોરી દરેક ગ્રામ વિસ્તારને અને ખાસ હાલ ઊભા પાકને પાણી પાવાની અને નવા પાક લેવાની સિઝનની શરૂઆત થતી હોય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પાવર મળી રહે તે માટે સૂચનાઓ આપી હતી.

પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ખાસ ગ્રામજનોના દરેક વીજ પ્રશ્નના ઉકેલ માટેની ખાતરી આપવામાં આવી હતી તેમજ કોઈપણ વીજળીલક્ષી ફરિયાદ માટે નં. ૬૩૫૭૩૬૩૬૦૪ પર કાર્યરત ૨૪*૭ હેલ્પલાઇન પર ફોન કરી ફરિયાદ લખાવવા અનુરોધ કર્યો હતો, જેથી વિવિધ પ્રશ્નોનો ઉકેલ ત્વરાથી લાવી શકાય.

આ બેઠકમાં પીજીવીસીએલના અધિકારીશ્રી સી.કે.પટેલ, જેટકોના અધિકારીશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:11 pm IST)