Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્ર જામનગર દ્વારા યોજાયેલ મેગા લીગલ સર્વિસીસ કેમ્પમાં મહિલા અને બાળક વિભાગ દ્વારા ૧૨૧ 'વ્હાલી દિકરી'ઓને હુકમો એનાયત કરાયા

જામનગર : 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત જીલ્લા કાનૂની સેવા સતામંડળ અને વહીવટીતંત્ર જામનગર દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૧ ના રોજ મેગા લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીને પણ સ્ટોલ ફાળવણી કરવામાં આવી હતી. આ સ્ટોલના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા શકિત કેન્દ્ર, વ્હાલી દીકરી યોજના વગેરેના પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૨૧ જેટલા 'વ્હાલી દીકરી' યોજનાના હુકમનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું 'બેટી બચાઓ બેટી પઢાઓ' યોજના અંતર્ગત કિશોરીઓને હાઈઝીન કીટ વિતરણ કરવામાં આવી હતી. અને જે દીકરીઓ વચ્ચેથી અભ્યાસ છોડી દીધેલ હોય તેવી ૨૭ બાળાઓને શાળામાં પુનઃપ્રવેશ કરાવીને સ્કુલ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર જીલ્લા અદાલતના પ્રિન્સિપાલ ડીસટ્રીકટ જજ અને જીલ્લા કાનૂની સેવા સતામંડળના ચેરમેનશ્રી મૂલચંદ ત્યાગી, જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ અધિક્ષકશ્રી, નીતેશ પાંડે, જીલ્લા કાનૂની સેવા સતામંડળના સચિવશ્રી પી.એસ.સૂચક, પ્રાંત અધિકારીશ્રી આસ્થા ડાંગર, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી કીર્તન પરમાર, જીલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી, મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જીલ્લા અદાલતના કર્મચારીઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(1:13 pm IST)