Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જામનગરનાં કાનાલેસનાં નિતેષ સીંગરખીયાનો ભાભી સાથે રકઝક થતા આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: દડીયા ગામે સીણાભાઈની દુકાન પાસે રહેતા નાનજીભાઈ ગોવિંદભાઈ સીંગરખીયા, ઉ.વ.૩૭ એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬–૧૦–ર૧ના નિતેષભાઈ ગોવિંદભાઈ સીંગરખીયા, ઉ.વ.રપ, રે. કાનાલુસ ગામ, રેલ્વેસ્ટેશન પાસે, તા.લાલપુર વાળા પોતાના ગામ સોઢાણા ખાતે તેના પિતાને ખર્ચાના પૈસા આપવા માટે ગયેલ જયાં કૌટુંબીક ભાભી હંસાબેન સીંગરખીયાને એક વર્ષ પહેલા આઠ હજાર રૂપિયા  નિતેષભાઈએ ઉછીના આપેલા છે. પૈસા લેવા ગયેલ તે દરમ્યાન હંસાબેનએ રકઝક કરી બોલાચાલી કરી પોલીસમાં ફોન કરતા  નિતેષભાઈ ગભરાઈ જઈ કાનાલુસ ગામે પરત આવી પોલીસ પકડશે તો પોતાની તથા પરીવારની આબરૂ જશે તે બીકમાં પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

કારે બાઈકચાલક યુવાનને હડફેટે લેતા મોત

 સિકકા પોલીસ સ્ટેશનમાં અનિરૂઘ્ધસિંહ ગુલાબસિંહ ચૌહાણ, ઉ.વ.૩૭, રે. લાખાબાવળ પાટીયા, શ્યામ વિક–એન્ડ ટાઉનશીપ નં.–૯૮ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧૦–ર૧ ના ખંભાળીયા જામનગર હાઈવે રોડ, લાખાબાવળ પાટીયા પાસે ફરીયાદી અનિરૂઘ્ધસિંહ ના ભાણેજ ભાર્ગવસિંહ પ્રકાશસિંહ રાઠોડ, ઉ.વ.ર૦ વાળા ફરીયાદી અનિરૂઘ્ધસિંહનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦–બી.બી.–૯ર૬૬ નું લઈ ખંભાળીયા જામનગર જતા હોય દરમ્યાન લાખાબાવળના પાટીયા પાસે ખંભાળીયા–જામનગર હાઈવે રોડ પર પહોંચતા આરોપી વર્નાકાર નં. જી.જે.–૦૧–કે.એમ.–૦૧૮૯ ના ચાલકે પોતાની કાર પુર ઝડપે બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી અનિરૂઘ્ધસિંહના ભાણેજને મોટરસાયકલ સહિત હડફેટે લેતા શરીરે નાની–મોટી ગંભીર ઈજા તથા માથામાં ગંભીર ઈજા પહોંચાડી નાશી જઈ મોત નિપજાવી ગુનો કરેલ છે.

બે ભાઈઓ બાખડયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ નાનજીભાઈ ખીમસુરીયા, ઉ.વ.૩૭, રે. ભીમવાસ શેરી નં.૩, ફોરેસ્ટ ખાતાના ગેઈટની સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧૦–ર૧ના ભીમવાસ શેરી નં.૩, જામનગરમાં આરોપી મીતલ નાનજીભાઈ ખીમસુર્યા, રે. જામનગરવાળાએ ફરીયાદી દિનેશભાઈને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી તેમજ હથોડી વડે ફરીયાદીના જમણા પગના ઢીચણથી નીચેના ભાગે નળામાં એક ઘા કરી ફેકચર જેવી ઈજા કરી તેમજ આરોપી મીતલએ સાહેદને માથાના પાછળના ભાગે હથોડી વડે એક–બે ઘા કરી માથાના ભાગે ઈજાઓ કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઈકો કારમાંથી સાયલેન્સરની ઉઠાતરી કરતો તસ્કર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હાર્દિકભાઈ અરવિંદભાઈ ડોબરીયા, ઉ.વ.ર૬, રે. રણજીત સાગર રોડ, મારૂતીનગર શેરી નં.ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે. કે, તા.૧૪–૧૦–ર૧ના ફરીયાદી હાર્દિકભાઈની માલિકીની મારૂતી ઈકો ફોરવીલ જેના રજી.નં. જી.જે.–૧૦–ડી.ઈ.–ર૧૦૪ વાળી શ્રીજી હોલ પાસે, ગોકુલધામ શેરી નં.–ર, જામનગરમાં તેના સાળાના ઘર પાસે બહાર પાર્ક કરેલ તેમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ઉંચી કિંમત નું સાઈલેન્સર સાધન કિંમત રૂ.૩પ૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોર કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:13 pm IST)