Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોરવાલને કંડલા એરપોર્ટ ઉપર આવકાર : શિપિંગ મંત્રી બન્યા બાદ પ્રથમ વાર કચ્છ આવેલા મંત્રી શ્રી સોરવાલને સાંસદ વિનોદ ચાવડા અને દિનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મેહતાએ આવકાર્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: દેશના મહાબંદર દિન દયાળ પોર્ટ કંડલા (ગુજરાત)ની મુલાકાતે આવેલા જહાજ, બંદરો અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનાવાલને એરપોર્ટ ઉપર સાંસદ વિનોદ ચાવડા અને પોર્ટ ચેરમેન એસ.કે. મહેતાએ આવકાર આપ્યો હતો. ૧૮, ૧૯ અને ૨૦ એમ ત્રણ દિવસના રોકાણ દરમ્યાન તેઓ કચ્છ જિલ્લાના કંડલા, તુણા અને માંડવી બંદરની મુલાકાત લેશે. આજે મોડી સાંજે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની કામગીરીનું પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ રાત્રે પોર્ટ યુઝર્સ સાથે બેઠક યોજશે. તેઓ ૧૯મીએ સવારે ૧૦.૩૦ કલાકે દિનદયાળ પોર્ટની ઓઈલ હેન્ડલીંગની ક્ષમતા વધારવા અર્થે પાઈપલાઇન નેટવર્કિંગના કામનું તથા ઓઈલ જેટી નં.૮ ખાતે વિકાસના બાંધકામનું તથા કાર્ગો જેટીમાં સ્ટોરેજ ડોમ અને પાર્કિંગ પ્લાઝાના વિકાસનું ખાતમૂહૂર્ત કરશે. ૧૧.૨૫ કલાકે પ્રેસ મીડીયાને બ્રીફ કરશે. ૧૧.૫૫ કલાકે બંદર પરની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ તેમજ ૧૩.૧૫ કલાકે કાર્ગો જેટી નં.૧૬ની મુલાકાત, ૧૪.૧૫ કલાકે કંડલા ખાતે VTMS  સુવિધાનું નિરીક્ષણ કરશે. ૧૫.૪૦ કલાકે મીઠાના અગર ખાતે અગરિયાઓની મીઠા પકવાની સુવિધાઓ નિહાળશે. ૧૬.૧૦ કલાકે તુણા બંદર પર વિવિધ સુવિધાનું નિરીક્ષણ કરશે.

૨૦મીએ સવારે ૧૧.૩૦ કલાકે માંડવી મુકામે રાવલપીર લાઇટહાઉસનું ઉદઘાટન કરી ૧૨ કલાકે શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલની મુલાકાત લેશે.

(તસવીર: રાજેશ લાલવાણી, ગાંધીધામ)

(5:29 pm IST)