Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

બરડા ડુંગરમાં ૭૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરતો યુવાન ઝડપાયો

પોરબંદર તા. ૧૮: રાણાવાવના બરડા ડુંગર વિસ્તારમાં કારમાં ૭૦૦ લીટર દેશી દારૂ કિ. ૧૪ હજારની હેરાફેરી કરતા સામત સુરાભાઇ કોડીયાતર રે. કરવલનેશવાળાને એલ.સી.બી. પોલીસે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ઓએ જીલ્લામાં પ્રોહી/જુગાર બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોરબંદર એલસીબી પીઆઇ એન. એન. રબારીનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો. સ્ટાફ પોરબંદર બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂ તથા જીણાભાઇ કટારાને મળેલ સંયુકત ચોકકસ હકિકત આધારે રાણાવાવ ગેડીયાવાળાનેશ આંગણવાડી કેન્દ્ર પાસે રોડ પરથી આરોપી (૧) સામત સુરાભાઇ કોડીયાતર રહે. કરવલનેશ બરડા ડુંગર વાળાએ પોતાના કબ્જા હવાલાવાળી સફેદ કલરની ઇનોવા કાર રજી. નંબર જીજે ૦૩ બીવી ૧૪૧ર કી. રૂ. પ લાખમાં ગે. કા. વગર પાસ પરમીટે દેશી દારૂના બાયકા નંગ-૧૪ દારૂ લીટર-૭૦૦ કિ. રૂ. ૧૪ હજાર મળી કુલ કિ. રૂ. પ,૧૪,૦૦૦/-નો મુદામાલ રાખી હેરફેર દરમ્યાન મળી આવી પકડાઇ ગયફેલ.

આ દારૂનો અન્ય આરોપી ગોગન લાખાભાઇ રબારી રહે. તાડીવાળાનેશ બરડા પાસેથી લઇ આવેલ હોય તેની સામે પણ ગુન્હો રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂ, ગોવિંદભાઇ મકવાણા, જીણાભાઇ કટારા, કુલદિપસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઇ મોઢવાડીયા, રવિરાજસિંહ બારડ, કરશનભાઇ મોડેદરા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

(11:44 am IST)