Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

પાકિસ્તાન જેલમાંથી મુકત ર૦ માછીમારો ઘરે પહોંચ્યા

સવારે ૧૧ વાગ્યે વેરાવળ આવ્યાઃ ભાવવિભોર દ્રશ્યો સર્જાયા

વેરાવળ તા. ૧૮ :.. પાકિસ્તાનની જેલમાં બંદીવાન ર૦ ભારતીય માછીમારોને મુકિત મળતા તેઓ પાંચ દિ'ના અંતે આજે અહીં આવી પહોંચતા તેઓના પરિવારો સાથે મિલન થતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતાં. માછીમાર પરિવારો પોતાના વિખુટા પડી ગયેલા ભાઇઓને લેવા માટે મોટા સમૂહમાં આવી પહોંચ્યા હતાં.

સૌરાષ્ટ્ર-ગુજરાતનાં આશરે ૬૦૦ જેટલા માછીમારો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પાકિસ્તાનની જેલોમાં બંધ છે. આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક માછીમારી કરતા આ માછીમારોને પાકિસ્તાની એજન્સીઓએ ઉપાડી જઇને જેલમાં બંધ કરી દીધા હતા તેમાંથી માત્ર ર૦ માછીમારોને છોડવામાં આવ્યા છે.

આ ર૦ માછીમારો સોમવારે રાત્રે વાઘા બોર્ડરથી બીએસએફને સોંપાયા હતાં. અમૃતસરથી આ માછીમારો ટ્રન મારફત વડોદરા પહોંચ્યા હતા અને ત્યાંથી બસ મારફત સોમનાથ આવવા રવાના થયા હતાં. મત્સ્યયોગ વિભાગનાં અધિકારી વિમરભાઇ પંડયા સહિતનો સ્ટાફ પણ આ માછીમારાની સાથે ર૦ માછીમારોમાંથી ૧૯ સોમનાથ અને એક માછીમાર પોરબંદર જિલ્લાના છે. ચારેક વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં યાતના વેઠયા બાદ માછીમારો આજે સવારે ૧૧ વાગ્યે વેરાવળ બધા પહોંચ્યા હતા.એક માછીમારના નામના ભૂલ હોવાથી  પાકિસ્તાનમાં લાંબા સમય જેલમાં રહેવુ પડયું માછીમાર સંગઠનોએ પ૮૦ જેટલા માછીમારો હજુ પણ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે. તેમને પણ છોડવામાં આવે તેવી કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરી છે.

(12:23 pm IST)