Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વિધાનસભા ચુંટણીને પગલે રાજકોટ રેંજમાં પોલીસની કેવી છે તૈયારીઓ, જાણો વિગતવાર આંકડાઓ સાથ.

મોરબી : આગામી પહેલી ડિસેમ્બરે વિધાનસભાની ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી તટસ્થ તેમજ નિષ્પક્ષ અને શાંતીમય વાતાવરણમાં યોજાય તે હેતુસર રાજકોટ રેન્જ પોલીસ દ્રારા નીચે મુજબના મુદ્દાઓનુ આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે

હાલે ચુંટણીની આચારસંહિતા લાગુ પડી ગયેલ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કરવામાં આવેલ ચુંટણી લક્ષી કામગીરીની વિગતો

  બુથ તથા બિલ્ડીંગની વિગતઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ(પ) જિલ્લાઓમાં કુલઃ-૩૨૫૨ બિલ્ડીંગોમાં કુલ-૫૪૨૭ બુથો ઉપર આગામી ચુંટણી યોજાનાર છે. જેની  જિલ્લા વાઇઝ હકીકત નીચે મુજબ છે.
(૧) દેવભુમી દ્રારકામાં કુલઃ-૪૧૮ બિલ્ડીંગોમાં કુલ-૬૭૨ બુથો
(ર) રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કુલઃ-૭૪૮ બિલ્ડીંગોમાં કુલ-૧૩૦૨ બુથો
(૩) મોરબી જિલ્લામાં કુલઃ-૫૧૮ બિલ્ડીંગોમાં કુલ-૮૪૬ બુથો
(૪) સુરેન્દ્રનગરમાં કુલઃ-૮૨૯ બિલ્ડીંગોમાં કુલ-૧૩૬૬ બુથો
(પ) જામનગરમાં કુલઃ-૭૩૯ બિલ્ડીંગોમાં કુલ-૧૨૪૧ બુથોનો સમાવેશ થાયે છે.

 જમા લેવાયેલ લાયસન્સ વાળા હથીયારોની વિગતઃ-

રાજકોટ રેન્જ હસ્તકના પાંચ(પ) જિલ્લાઓમાં કુલઃ-૭૯૧૫ લાયસન્સ વાળા હથીયારો આવેલા છે. જે પૈકી કુલઃ-૭૮૬૩ લાયસન્સ વાળા હથીયારો જમા લઇ લેવામાં આવેલ છે અને બાકી રહેલા કુલઃ- ૫૨ લાયસન્સ વાળા હથીયાર જમા લેવાની કાર્યવાહી હાલે ચાલુમાં છે.

    નોન બેલેબલ વોરંટોની વિગતઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ(પ) જિલ્લાઓમાં આચાર સહિતા બાદ કુલ- ૨૧૩૬ નોનબેલેબલ વોરંટોની બજવણી કરવામાં આવેલ છે. જે કુલ વોરંટોના ૮૦.૫૦% બજવણી કરવામાં આવેલ છે અને બાકી રહેલ વોરંટોની બજવણી પ્રકિયા હાલે પોલીસ દ્રારા કરવામાં આવી રહેલ છે.

 ગે.કા.હથીયાર, એન.ડી.પી.એસ. તથા પ્રોહીબીશનના કેસોની વિગતઃ-

આચાર સંહિતા લાગુ પડી ગયા બાદ રાજકોટ રેન્જ હસ્તકના પાંચ(પ) જિલ્લાઓમાં (૧) ગે.કા.હથીયારધારા ના કુલ-૧૬ કેસો કરવામાં આવેલ છે જેમાં ૧૬-હથીયાર તેમજ ૨૬-કાર્ટીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. (ર) એન.ડી.પી.એસ.એકટ ને લગતા કુલ-૭ કેસ કરવામાં આવેલ છે. (૩) ભારતીય બનાવટના ઇંગ્લીશ તેમજ દેશી દારુના મળી કુલ-૧૩૫૬ કેસો કરી કુલ-૧૨૩૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સદર આરોપીઓ પાસેથી કુલ રૂ.૧૪,૩૬,૬૯૦/- નો ઇંગ્લીશ તથા દેશીદારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૩૭,૦૧,૧૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

   ચેક પોસ્ટની વિગતઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં કુલ-૧૦૦ ચેક પોસ્ટ કાર્યરત છે જેમાં કુલ-૩૬૧ પોલીસ કર્મચારીઓ ગે.કા.દારૂની હેરફેર, ગે.કા.રોકડની હેરફેર, ગે.કા.હથીયારોની હેરફેર તેમજ ગે.કા.માદક પદાર્થોની હેરફેર અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક ચુંટણીલક્ષી વાહન ચેકીંગની કામગીરી કરી રહેલ છે.
   એફ.એસ.ટી. તથા એસ.એસ.ટી. ટીમોની વિગતઃ-

રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં એસ.એસ.ટી.ની કુલ-૮૭ ટીમો  તેમજ એફ.એસ.ટી.ની કુલ-૭૬ ટીમો બનાવવામાં આવેલ છે. તેઓ રાઉન્ડ ધ ક્લોક ચુંટણીલક્ષી કામગીરી કરી રહેલ છે. એફ.એસ.ટી.ની તમામ ટીમો ટોલફ્રી ટેલીફોન નંબર તેમજ પોલીસ કન્ટ્રોલરૂમ ખાતે મળેલી ફરીયાદો ઉપર તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરશે તથા એસ.એસ.ટી.ની તમામ ટીમો દ્રારા મોટી રકમની હેરફેર રોકવા સારુ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે.

 ચુંટણી લક્ષી તાલીમની વિગતઃ-

રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓના કુલ-૫૭૬૭ પોલીસ અધિકારી/કર્મચારીઓ છે જે તમામને ચુંટણીલક્ષી તાલીમ આપવામાં આવેલ છે
  અસામાજીક તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલાની વિગતોઃ-
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ચુંટણી અનુસંધાને કુલ-૩૧,૪૧૫ અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે જેમાં કુલ-૧૭૨ આરોપીઓ ઉપર પાસા દરખાસ્તો તથા કુલ-૩૩૬ આરોપીઓ ઉપર હદપારીની દરખાસ્તો મુકેલાનો પણ સમાવેશ થયેલ છે.

   વિલેજ વિઝીટેશનની વિગતોઃ-

રેન્જના તમામ પોલીસ અધિક્ષક, ના.પો.અધિ.તથા થાણા અધિ.ઓને પોત-પોતાના વિસ્તારના તમામ ગામની વિઝીટ કરવા સુચના કરેલ હતી જે પૈકી છેલ્લા ૧૪ દિવસમાં રેન્જના કુલ-૯૮૦ ગામોની સીનીયર પોલીસ અધિકારીઓ દ્વારા વિલેજોની વિઝીટ કરવામાં આવેલ છે. તેમજ સદર વિઝીટ દરમ્યાન ગામની જનતાની મુશ્કેલી તથા રજુઆતો સાંભળી તેનો ત્વરીત નિકાલ કરવા સુચના કરેલ છે. જો કોઇ ગામમાં સંવેદનશીલ બનાવ બનેલ હોય અથવા કોઇ રજુઆત હોય તો આવી રજુઆતો સાંભળી તાત્કાલીક નિકાલ કરવા તેમજ ઉકેલ લાવવા સુચના કરેલ છે. ગામમાં જો કોઇ અસામાજીક પ્રવૃતિ ચાલતી હોવાની વિગતો મળે તો તેના ઉપર જરુરી કાયદેસરના પગલા લેવા પણ સુચના કરેલ છે.

   સોશીયલ મીડીયાઃ-
આગામી વિધાનસભા ચુંટણી દરમ્યાન સોશીયલ મીડીયા દ્રારા કોઇ અફવાહો ન ફેલાય તેમજ કોઇની ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે રાજકોટ રેન્જ હસ્તકના તમામ જિલ્લાઓમાં સાયબર સેલની ટીમો બનાવી તમામ ઉપર નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોની ટીમો દ્રારા વોટ્સઅપ, ઇન્સટાગ્રામ, ફેસબુક, ટવીટર વિગેરે ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહેલ છે. સોશીયલ મીડીયામાં કોઇ પણ જાતનુ ગેરકાયદેસર વિગતો પ્રસિધ્ધ કરનાર વિરુધ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે.
    પેરામીલેટ્રીની વિગતઃ-

આગામી વિધાનસભા ચુંટણીમાટે રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં બી.એસ.એફ.ની (૪-ચાર) કંપનીઓ અને સી.આર.પી.એફ.ની (૨૩-ત્રેવીસ) કંપનીઓ મળી કુલ-૨૭ કંપનીઓની ફાળવણી કરી દેવામાં આવેલ છે.

    નાસતા-ફરતા આરોપીઓની વિગતઃ-

ચુંટણી લક્ષી આચારસંહિતાના અમલી કરણ બાદ રાજકોટ રેન્જના જિલ્લાઓના નાસતા-ફરતા આરોપીઓને પકડવાસારૂ ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવેલ છે જે અનુસંધાને ચુંટણી આચારસંહિતા લાગુ થયા બાદ આજદિન સુધીમાં કુલ-૨૯ નાસતા-ફરતા આરોપીઓને અટક કરવામાં આવેલ છે
  ડાયલ-૧૦૦ / કન્ટ્રોલરૂમઃ-
આગામી વિધાનસભા ચુંટણી દરમ્યાન આર્દશ આચારસંહિતાના અમલીકરણ માટે દરેક જિલ્લા ખાતે કન્ટ્રોલરૂમમાં ઇન્ચાર્જ તરીકે યોગ્ય અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. કન્ટ્રોલરૂમ ખાતે ઉમેદવારો અને જાહેર જનતા તરફથી કરવામાં આવતી તમામ ચુંટણીલક્ષી ફરીયાદો ઉપર તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે અને આ તમામ કન્ટ્રોલરૂમ ઉપર રેન્જ કચેરી ખાતેથી સતત મોનીટરીંગ રાખવામાં આવશે.
   અસામાજીક ઇસમો ઉપર વોચઃ-
આગામી વિધાનસભા ચુંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઇ રહે તે સારૂ રાજકોટ રેન્જ હસ્તકના તમામ જિલ્લાઓમાં રહેલા હિસ્ટ્રીસીટરો, એમ.સી.આર., માથાભારે ઇસમો ઉપર પોલીસ દ્રારા સતત વોચ રાખવામાં આવશે અને તમામ ઉપર જરૂરી અટકાયતી પગલા લેવામાં આવશે.
જાહેર જનતાજોગ અપીલ
 આગામી વિધાનસભા ચુંટણી શાંતીમય રીતે તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાઇ અને આર્દશ આચારસંહિતાનુ અમલીકરણ થાય તે હેતુસર જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, જાહેર જનતાએ કોઇ પણ જાતની ખોટી અફવાઓ ઉપર ધ્યાન આપવુ નહીં. આવી અફવાઓની જાણકારી મળતા તુરંતજ પોલીસને માહિતગાર કરવી.
ગેરકાયદેસર કેફી પ્રવાહી, ગેરકાયદેસર  હથીયાર તથા ડ્રગ્સ કે જાલીનોટની હેરફેર વિશે કોઇ પણ જાતની માહીતી મળતા તુરંતજ પોલીસને જાણ કરવી.
 આપના વિસ્તારમાં કોઇપણ માથાભારે ઇસમોકે અસામાજિક ઇસમો દ્રારા કોઇ પણ જાતનો ભય ફેલાવવાનો પ્રયાસ થાય તો તુરંતજ પોલીસને જાણ કરવી.
 સોશીયલ મીડીયા જેવાકે વોટ્સઅપ, ઇન્સટાગ્રામ, ફેસબુક, ટવીટર વિગેરે ઉપર કોઇ પણ જાતની ધાર્મિક લાગણી દુભાય તેવી કોઇ પોસ્ટ, ઓડીયો કે વિડીયો આપના ધ્યાન ઉપર આવે તો તુરંતજ આપની નજીકના સાયબર સેલ / પો.સ્ટે. ખાતે અથવા કન્ટ્રોલ રૂમ ખાતે તાત્કાલીક જાણ કરવા વિનંતી કરવામાં આવી છે

(11:02 pm IST)