Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

અંજારમાં કોંગ્રેસના ચૂંટણી ઈન્‍ચાર્જ તરીકે વી કે. હુંબલ અને શામજીભાઇ આહિરની નિમણૂંક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૮: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ  જગદિશ ઠાકોર તથા ગુજરાત કોંગ્રેસનાં સીનીયર પ્રભારી તથા ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા તથા ઝોનલ પ્રભારી રામકિશન ઓઝાના આદેશથી કચ્‍છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા પ્રદેશ મહામંત્રી વી.કે. હુંબલ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ઉપપ્રમુખ શ્રી શામજીભાઇ આહિરની મહત્‍વપૂર્ણ વરણી કરાઇ છે. આ બન્ને આગેવાનો દ્વારા અંજાર વિધાનસભાનાં ઉમેદવાર રમેશભાઇ ડાંગરને જીતાડવા સક્રિયપણે જન સમર્થન મળી રહેલ છે. તેઓને આ નિમણૂંક મળવાથી કોંગ્રેસ પક્ષનાં આગેવાનોમાં જોમ અને જુસ્‍સો વધી રહ્યો છે અને કોંગ્રેસ તરફી વાતાવરણ બનાવી વિજયપથ તરફ આગળ ધપી રહ્યા છે એવું કચ્‍છ જિલ્લા કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.

(11:23 am IST)