Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ધોરાજીમાં રવિવારે વડાપ્રધાન આવતા હોય ૨૦મીએ ટાઉનહોલ વિસ્‍તાર ‘નો ફલાઇંગ ઝોન' જાહેર

રાજકોટ તા.૧૮: રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર ખાતે આવેલા ટાઉનહોલ વિસ્‍તારને રાજકોટ શહેર કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ ૨૦ નવેમ્‍બરે ‘નો ફલાઈંગ ઝોન' તરીકે જાહેર કર્યો છે.૨૦ નવેમ્‍બરની વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ધોરાજી ખાતેની સંભવિત મુલાકાત અન્‍વયે આ આદેશો જારી કરાયા છે. સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ આદેશોમાંથી મુકિત આપવામાં આવે છે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર રહેશે.

આ આદેશોનો ભંગ કરનાર વિરૂધ્‍ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી એ.એસ.આઈ. સુધીનો હોદો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

(10:35 am IST)