Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ધ્રાંગધ્રાના હત્‍યા કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટ,તા. ૧૮ : ધ્રાંગધ્રાના અતિ ચકચારી ખૂન કેસમાં આરોપીના જામીન મંજૂર કરવા સેશન્‍સ કોર્ટ હુકમ કર્યો હતો.

ઉપરોકત કેસની વિગત જોવામાં આવે તો ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ધ્રાંગધ્રાના રહેવાસી ઉસ્‍માનભાઇ આદમભાઇની છરીના ઘા મારી હત્‍યા કરવાનો ગુન્‍હો નોંધાયેલો હતો.

બનાવની વિગતો જોવામાં આવે તો મરણજનાર અને આરોપી વચ્‍ચે મોબાઇલ તૂટી જવા બાબતે ઝઘડો થયો હતો. જે કેસમાં પોલીસે આરોપી વિનોદ પરમારની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

સદરહું ગુન્‍હાના કામે આરોપી વિનોદ  લાખાભાઇ પરમાર દ્વારા એડવોકેટ હેમંત એસ. શેઠ મારફતે જામીન અરજી ગુજારવામાં આવેલી હતી. જેમાં એડવોકેટ દલીલો રજુ કરવામાં આવેલ. સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના વિવિધ જજમેન્‍ટને ધ્‍યાને રાખી ધ્રાંગધ્રાની એડીશ્‍નલ સેશન્‍સ કોર્ટ દ્વારા આરોપી વિનોદ લાખાભાઇ પરમારના જામીન મંજૂર કરવામાં આવ્‍યા હતા.

સદરહું જામીન અરજીના કામે આરોપી વિનોદ પરમાર વતી રાજકોટના ધારાશાષાી હેમંત એસ.શેઠ, કશ્‍યપ આર. રત્‍નું, કમલેશ જી.ગઢવી, અલ્‍પા જે પેઢડીયા રોકાયા હતા.

(12:07 pm IST)