Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પોરબંદરની ભાવસિંહજી હોસ્‍પિટલમાં સર્ટીફિેકેટ માટે જતી સરકારી મહિલા કર્મચારીઓ સાથે ઉધતાઇ

પોરબંદર તા.૧૮: મહિલા કોંગ્રેસના જિલ્‍લા પ્રમુખ ભારતીબેન ગોહેલ, ઉપપ્રમુખ હંસાબેન તુંબડીયા, સિનીયર આગેવાન મણીબેન ઓડેદરા, પ્રીતીબેન ઓડેદરા વગેરે મહિલા કોંગ્રેસના આગેવાનો દ્વારા તંત્રને લેખિત ફરિયાદ કરવામાં આવી છે કે પોરબંૅદરની સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં સગર્ભા મહિલા કર્મચારીઓ સહિત બીમારી સબબ સર્ટીફીકેટ માટે જતી મહિલાઓ સામે ઉધ્‍ધતાઇભર્યુ વર્તન કરવામાં આવે છે.

હાલમાં પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની ચૂંટણી અન્‍વયે મહિલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે પરંતુ તેમાં ઘણીખરી સગર્ભા મહિલા કર્મચારીઓ કે જેની પ્રેગનન્‍સીને આઠ અથવા તો નવ મહિના થયા હોય અથવા તો ડિસેમ્‍બર મહિનામાં ચૂંટણી સમયે કે જેઓને પ્રસૂતિ થવાની હોય તેવા મહિલા કર્મચારીઓને ફરજીયાત પણે સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાંથી સિવિલ સર્જનની સહીવાળુ સર્ટીફીકેટ લઇ આવવા જણાવવામાં આવે છે. મહત્‍વની બાબત એ છેકે ખાનગી ડોકટરોનું સર્ટીફીકેટ અહીં ચલાવવામાં આવતું નથી તેથી ફરજીયાતપણે સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં હેરાન થવું પડે છે.

કોંગ્રેસના મહિલા આગેવાનોએ આ પ્રશ્નોને રૂબરૂ મળી કેટલીક મહિલા કર્મચારીની પીડા સાંભળી હતી અને કરેલી રજૂઆતમાં જણાવ્‍યુ છે કે અમારી પાસે અમુક મહિલાઓ રીતસર ચોધાર આંસુએ રડી પડી હતી તે પ્રકારનું તોછડુ વર્તન સરકારી હોસ્‍પિટલમાં કરવામાં આવ્‍યુ છે તેવા ગંભીર આક્ષેપો થયા છે. તેઓએ જણાવ્‍યુ હતુ કે ચૂંટણીની કામગીરીમાંથી મુકિત માટે હોસ્‍પિટલમાં સર્ટીફિકેટ લેવા અરજી કરીને જાય ત્‍યારે ધકકા ખવડાવવામાં આવે છે તેથી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા ભરવા મહિલા કોંગ્રેસ દ્વારા રજૂઆત થઇ છે.

 

(11:41 am IST)