Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ખંભાળીયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય મેરામણભાઇ ગોરીયા સાંજે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય મેરામણભાઇ ગોરીયા આજે સાંજે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.

મેરામણભાઇ ગોરીયાએ હાલના ખંભાળીયાના ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરાને ર૦૧૪ માં પરાજય અપાવ્‍યો હતો.

મેરામણભાઇ આજે સાંજે ભાજપની સભામાં સમર્થકો સાથે ભાજપનો ભગવો ધારણ કરશે.

(1:33 pm IST)