Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જુનાગઢમાં એકટીવા ચોરી જનાર ર ઝડપાયા

જુનાગઢ, તા. ૧૮ :  બી ડીવી પો.સ્‍ટે ગુ.ર.નં- ૧૧૨૦૩૦૨૪૨૨૧૦૧૩/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબના કામેના ચોરીમાં ગયેલ  મો.સા.ચોર ઇસમની તપાસ દરમ્‍યાન વિશ્વાસ પ્રોજેકટ અંર્તગત સી.સી ટીવી કેમેરાનો ઉપયોગ કરી જુનાગઢ  બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર આવતા  પો.કોન્‍સ. વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા તથા દિનેશભાઇ રામભાઇ જીલડીયા  નાઓને હકીકત મળેલ કે ઉપરોકત મો.સા ચોરી કરનાર ઇસમ મજેવડી દરવાજા રોડ ઉપર મો.સા લઇને  નિકળવાનો હોય સફેદ  કલરની એકટીવા મો.સા મજેવડી ગેઇટ રોડ ઉપર લઇને આવતો જોવામા આવતા મજકુર ઇસમને રોકી લઇ  સદરહુ મો.સા. નં. અંગે પોકેટકોપ મોબાઇલમા સર્ચ કરતા ચોરીમાં ગયેલ મો.સા.  શોધી કાઢી અનડીટેક ગુન્‍હો ડીટેકટ  કરી. 

ઉપેન્‍દ્રસિંહ ભુપતસિંહ રાઠોઠ જાતે. દરબાર ઉ.વ.૩૭ ધંધો. ડ્રાઇવિંગ રહે. હાલ જુનાગઢ ચોબારી રોડ સીધ્‍ધેશ્વર  મહાદેવ મંદિર પાસે પુનમ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં-૪૦૩ મુળ રહે, કંસારી ગામ વાવડા રોડ પ્‍લોટ વિસ્‍તાર તા.ઉના  જી.ગીર સોમનાથને ઝડપી લીધેલ છે.      

જુનાગઢ બી ઁડીવિઝન પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ. એન.એ.શાહ તથા નેત્રમ  શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ તથા ગુન્‍હા શોધક યુનિટના પો.હેડ.કોન્‍સ, ભનુભાઇ કારાભાઇ ઓડેદરા,  કૈલાશભાઇ નાનજીભાઇ જોગીયા તથા પો.કોન્‍સ.વનરાજસિંહ બનેસીંહ ચુડાસમા, દિનેશભાઇ રામભાઇ જીલડીયા,  પ્રવીણભાઇ કાનાભાઇ વાળા, રમેશભાઇ ગોવિંદભાઇ કંરગીયા, જેઠાભાઇ નાથાભાઇ કોડીયાતર, સંજયભાઇ  સવદાસભાઇ માલમ,પ્રવિણભાઇ રાણીંગભાઇ બાબરીયા તથા નેત્રમ શાખાના પો.કોન્‍સ. રાહુલ મેધનાથી,  હાર્દીકસિંહ સીસોદીયા, વિમલ ભાયાણી વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:38 pm IST)