Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સાવરકુંડલાઃ ગ્યાસુદીન શેખની મુખ્ય ચૂંટણી કમિશનરને રાવ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૮ :.. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખએ મુખ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરી છે.

દરીયાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કૌશિક જૈન દ્વારા પોતાના ચૂંટણી પ્રચારમાં હોમગાર્ડના કમાન્ડરશ્રી ઉમેશ પરદેશી તેમજ હોમગાર્ડ જવાનોને સીવીલ ડ્રેસમાં ધાક ધમકી આપી હાજર રાખવામાં આવતા મેં ચૂંટણી રીટર્નીંગ ઓફીસરને ટેલીફોનીક જાણ કરતાં તેની માહિતી કૌશિક જૈન, ઉમેશ પરદેશી, હોમગાર્ડ જવાનોને મળતાં તેઓ રાયફલ કલબમાંથી ભાગી છૂટયા હતાં.

ભાજપ દ્વારા રાયફલ કલબનો પોતાના પ્રચાર માટે દુરપયોગ કરવામાં આવી રહ્યો છે રાયફલ કલબના સીસીટીવી કેમેરા જપ્ત કરી ચેકીંગ કરવામાં આવે અને કમાન્ડર ઉમેશ પરદેશી સહિત અન્ય જવાબદારોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી છે.

(2:46 pm IST)