Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જૂનાગઢથી મહારાષ્‍ટ્ર મોકલેલ રૂા. ૧૫.૮૦ લાખના સોયાબીન સાથેનો ટ્રક ગાયબ

ટ્રાન્‍સપોર્ટર અને ટ્રક માલિક સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૧૮ : જૂનાગઢથી મહારાષ્‍ટ્ર મોકલેલ રૂા. ૧૫.૮૦ લાખનાં સોયાબીન સાથેનો ટ્રક નિયત જગ્‍યાએ પહોંચવાને બદલે ગાયબ થઇ જતા જૂનાગઢની વેપારીએ ટ્રાન્‍સપોર્ટર અને ટ્રક માલિક સામે પોલીસ ફરિયાદ કરી છે.

 

જૂનાગઢના દોલતપરા સ્‍થિત માર્કેટીંગ યાર્ડ ખાતેની સંતકૃપા ટ્રેડીંગ નામની વેપારી પેઢીના પાર્ટનર સંજયભાઇ વલ્લભભાઇ માવાણીએ ગત તા. ૧૧ નવેમ્‍બરના રોજ જૂનાગઢના ટ્રાન્‍સપોર્ટર કેતનભાઇ મુળજીભાઇ મેંદપરા મારફત જૂનાગઢના જયેશભાઇ માધાભાઇ સારેણાના જીજે-૧૪-ઝેડ-૧૪૮૯ નંબરના ટ્રકમાં રૂા. ૧૫.૮૦ લાખની કિંમત ૨૫,૨૭૫ કિલો સોયાબીનનો જથ્‍થો મહારાષ્‍ટ્રના ધુલે ખાતે મોકલેલ.

પરંતુ સોયાબીનનો જથ્‍થો ધુલે ખાતે નહિ પહોંચાડી ટ્રક સાથે ભાગી જઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સંજય માવાણી એ કરતા એ ડીવીઝન પી.એસ.આઇ એ.ડી.વાળાએ તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)