Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પ૦૦ વર્ષમાં કોઇએ ન કર્યુ તે ગુજરાતના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઇએ અયોધ્‍યામાં રામ મંદિર બનાવીને કરી દેખાડયું : યોગી આદિત્‍યાનાથજી

વાંકાનેરમાં ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રીની જાહેર સભા યોજાઇ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૮ :  પ૦૦ વર્ષથી અયોધ્‍યામાં રામ મંદિર નિર્માણ કાર્ય કોઇએ ન કર્યુ તે ગુજરાતના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઇ મોદીએ કરી બતાવ્‍યું છે. તેમ વાંકાનેર ખાતે જાહેર સભા સંબોધતા ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યાનાથેજણાવ્‍યુ હતું.

તેઓએ વધુમાં જણાવ્‍યું કે, જી-ટવેન્‍ટીનું નેતૃત્‍વ મોદીને મળ્‍યું તે ભારતનું સૌભાગ્‍ય છે. ર૦૧૭ ની ચૂંટણીમાં જે ભુલ કરી તે ર૦રર માં ન થાય અને જીતુભાઇ સોમાણીને વિધાનસભામાં મોકલવા એ સૌની ફરજ છે. તેમ યોગી આદિત્‍યાનાથે જણાવ્‍યું હતું.

૬૭-વાંકાનેર-કુવાડવા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઇ સોમાણીને સમર્થનમાં ઉત્તરપ્રદેશના મુખ્‍યપ્રધાન યોગી આદિત્‍યનાથે આ જંગી જાહેરસભાને સંબોધન કરી જીતુભાઇ સોમાણીનો જંગી લીડથી જીતાડી ગાંધીનગરમાં આપણુ નેતૃત્‍વ કરવા મોકવા ભાર મુકયો હતો અને ડબલ એન્‍જીન દ્વારા ચાલતી આ સરકારના હાથ મજબુત કરવા તથા તમારા વિસ્‍તારમાં અટવાયેલા વિકાસ  કામોને વેગવંનતા કરવા ભાજપના ઉમેદવાર શ્રી જીતુભાઇ સોમાણીને જંગી સરસાઇથી વિજય બનાવવાનો સંકલ્‍પ લેવડાવામાં આવ્‍યો હતો.

આજની આ જંગી જાહેરસભામાં દિલ્‍હીના સાંસદ જોષી, રાજસ્‍થાનના સાંસદ તથા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબીના ઉમેદવાર કાંતીલાલ અમૃતીયા યોગેન્‍દ્રસિંહ ઝાલા (જ્ઞાનગંગા) સહિતનાએ આ સભાને સંબોધન કરવામાં આવ્‍યું હતું.

આ સભામાં મંચસ્‍થ બિરાજમાન શ્રી કેશરીદેવસિંહજી ઝાલા (રાજપરિવાર) વાંકાનેર ભાજપના ઉમેદવાર શ્રી જીતુભાઇ સોમાણી, નાગદાનભાઇ ચાવડા, તથા હિરેનભાઇ પારેખ, કાંતીલાલ અમૃતીયા, મોહનભાઇ કુંડારીયા, સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

જ્‍યારે યુ.પી.ના સી.એમ. યોગી આદિત્‍યનાથનું પાઘડી પહેરાવી તલવાર અર્પણ કરી ઉમેદવાર શ્રી જીતુભાઇ સોમાણીએ રજવાડી સ્‍વાગત કરી સન્‍માન કરવામાં આવેલ હતું. ત્‍યારબાદ પુષ્‍પહારથી મોરબી-માળીયાના ઉમેદવારશ્રી કાંતીલાલ અમૃતીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. ઉપરોકત મહાનુભાવોએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

(4:36 pm IST)