Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મોરબી જિલ્લામાં બેંકના 500 થી વધુ કર્મચારીઓ કાલે શનિવારે હડતાળ પર.

મોરબી : આવતીકાલે ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયર એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળનું એલાન કરવામાં આવ્યું હોય મોરબી જિલ્લાની બેંકના 500થી વધુ કર્મચારી કામગીરીથી અળગા રહીને હડતાળમાં જોડાશે.

બેંકોમાં ઔધોગિક સંબંધિત બાબતોની કથળતી હાલત અને દેશના કાયદા અને દ્વિપક્ષીય કરારનો અનાદર ,અનફેર લેબર પ્રેક્ટિસમાં સતત વધારો જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવતીકાલે તા. 19 નવેમ્બર ને શનિવારે ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયર એસોસિયેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ૫૦૦થી વધુ કર્મચારી બેન્કિંગ કામગીરીથી અળગા રહીને હડતાળમાં જોડાશે. બેંક કર્મીઓની હડતાળના કારણે અનેક વ્યવહારો ખોરવાશે.

(9:50 pm IST)