-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. જામનગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી
જામનગર તા.૧૯: ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.જામનગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી થવાની છે ત્યારે આ અંગેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં ઉમેદવારીપત્રો તા.૨૦ થી ૨૧ના સવારના ૧૧ : ૦૦ થી ૧૫ : ૦૦ કલાક સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં મામલતદાર જામનગર શહેરની કચેરી, શરૂ સેકશન રોડ, જામનગર ખાતેથી મેળવી શકાશે તેમજ ભરીને રજૂ કરી શકાશે ત્યારબાદ મળેલા ઉમેદવારી પત્રકોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. .તા.૨૨/૧/૨૦૨૧ના રોજ ૧૧ : ૦૦ કલાકથી મામલતદાર જામનગર શહેરની કચેરી, શરૂ સેકશન રોડ, જામનગર ખાતે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. તા.૨૫/૧/૨૦૨૧ના રોજ ૧૫ : ૦૦ કલાકે માન્ય ઉમેદવારીપત્રોની યાદી મામલતદાર જામનગર શહેરની કચેરી, શરૂ સેકશન રોડ, જામનગર ખાતે પ્રસિદ્ઘ કરવામાં આવશે. તા.૨૭/૧/૨૦૨૧ના સવારના ૧૧ : ૦૦ થી ૧૫ : ૦૦ કલાક સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. ત્યારબાદ તા. ૨૮/૧/૨૦૨૧ના રોજ ૧૫ : ૦૦ કલાકે મામલતદાર જામનગર શહેરની કચેરી, શરૂ સેકશન રોડ, જામનગર ખાતે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
આ માટે મતદાન જરૂરી હોય તો તા.૬/૦૨/૨૦૨૧ ના રોજ ૧૦: ૦૦ થી ૧૭ : ૦૦ કલાક સુધી ડિ.કે.વી કોલેજ, પી.એન. માર્ગ, જામનગર ખાતે મતદાન કરવામાં આવશે તેમ ચૂંટણી સત્ત્।ાધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, જામનગર(શહેર)ની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.