Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

માળિયા :પોલીસની ટીમોનું ડ્રોન કેમેરા સાથે કોમ્બિંગ  ઓપરેશન : દેશી દારૂના ધંધાર્થીઓ પર તબાહી.

પોલીસે ભઠ્ઠીના ચાર કેસો શોધી કાઢી પાંચ વિરુદ્ધ ગુનો નોંધ્યો.

માળિયા તાલુકાના નવાગામ ખાતે એલસીબી, એસઓજી, સીપીઆઈ મોરબી, હળવદ, મોરબી તાલુકા અને માળિયા તાલુકા પોલીસની ટીમના આઠ અધિકારી અને ૬૦ પોલીસ કર્મચારીઓએ સંયુક્ત રીતે બી.ડી.ડી.એસ ટીમ તથા ડ્રોન કેમેરાની મદદથી કોમ્બિંગ સર્ચ ઓપરેશન કામગીરી હાથ ધરી હતી જેમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂની પ્રવૃત્તિ કરતા પાંચ શખ્શો વિરુદ્ધ દારુ ગાળવાના/ભઠ્ઠીના ચાર કેસો કરવામાં આવ્યા છે.

પોલીસે દેશી દારૂની ભઠ્ઠીના ચાર કેસો શોધી કાઢીને આરોપી મહેબુબ ઇશા જામ, ગફુર ઇશા જામ અને રશીદાબેન અબ્દુલ જામ (રહે ત્રણેય નવાગામ તા. માળિયા વાળા)ને ઝડપી લીધા છે તો અન્ય આરોપી અબ્દુલ ઉર્ફે પોપો અહેમદ જામ અને જુમા હૈદર જામ રહે બંને નવાગામ તા. માળિયા વાળા વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૩૫૦ કીમત રૂ ૨૭૦૦ નો મુદામાલ કબજે લીધો છે.

(10:36 pm IST)