Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જસદણનાં જંગવડમાં સરપંચ હાજર ન રહેવા મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને રાવ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૧૯: જસદણ તાલુકાના જંગવડ ગામના મિયાત્રા રાજેશભાઇ કાળુભાઇએ તાલુકા વિકાસ અધિકારીશ્રીને પત્ર પાઠવીને જંગવડ ગામમાં સરપંચ હાજર ન રહેતા હોવા અંગે ફરીયાદ કરી છે.

અરજદારે જણાવ્‍યુ છે કે ગામના સરપંચ હર્ષાબેન ધર્મેશભાઈ કાપડીયા અમારા ગામમા હાજર રહેતા નથી. અમારા ગામમા ગ્રામસભા જનતા જાણ કે નોટીસ બોંડ લગાવવામાં આવતું નથી. તેમજ ગામમા પાણી લગતા, આરોગય લગતા, ગામના કામ કોઈપણ પ્રકારના કામકાજ થતા નથી. તેમજ ચુંટણીમાં ચુંટાયા પછી ગામમા લોકોના સંપર્કમાં આવતા નથી કારણકે સરપંચ હાલ સુરત રહેતા હોય છેલ્લા એક વર્ષથી ગ્રામજનોએ સરપંચને જોયા નથી.

તેમજ પંચાયતનો વ્‍યવહાર કોણ કરે છે, તે જંગવડ ગામની જનતાને પણ ખબર નથી તેમજ સરપંચ કોણ છે અને જંગવડ ગ્રામપંચાયત કચેરીમાં ગામને લગતા જલદ પ્રશ્‍નોના નીરાકરણ માટે કોને મળવા? તેની પણ ખબર નથી આમ સરપંચ તરીકે સ્‍ત્રી ઉમેદવાર હોય પંચાયતમાંસ્ત્રી ઉમેદવાર તરીકે સરપંચ હોય પરંતુ પંચાયતનો તમામ વહીવટ અન્‍ય લોકો કરે છે અને તાનાશાહી પંચાયતમાં ચલાવતા હોય આમ જંગવડ ગામના લોકો ત્રસ્‍ત થયેલ હોય વહેલી તકે આ બાબતે યોગ્‍ય નિર્ણય લઈ સરપંચને પંચાયતમાં હાજર રહેવા અને ગામના ઉપસ્‍થિત થયેલા પ્રશ્‍નનો વહેલી તકે યોગ્‍ય કરવા માંગ કરી છે.(

(10:32 am IST)