Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ગોંડલના મોવિયા પાસે સૌથી મોટા શનિ મંદિર ‘શનિધામ'માં ઉજવાશે શનિ અમાવાસ્‍યા મહોત્‍સવ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા ) ગોંડલ તા.૧૯: ગોંડલ તાલુકાનાᅠ મોવિયા થી શ્રીનાથગઢ રોડ પર આવેલા શનિ મંદિર ‘શ્રી શનિધામ' માં આગામી તાં. ૨૧.૦૧.૨૩નાં રોજ શનિવાર અને અમાસ નો દિવસ હોવાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોં નું આયોજન કરવા માં આવ્‍યું છે.

શનિ અમાવાસ્‍યા નિમિતે શનિયાગ, શનિઅભિષેક તેમજ અન્નકોટનું આયોજન કરવામાં આવ્‍યું છે. શનિવાર અને અમાવાસ્‍યા શનિપ્રિય દિવસ છે. આ દિવસે શનિદેવની વિશેષ કૃપા ભક્‍તો પર રહે છે. માઘ મહિનાની અમાવસ્‍યાને મૌની અમાવસ્‍યા કહેવામાં આવે છે. ૧૭ જાન્‍યુઆરીએ શનિ કુંભ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી શનિને પ્રસન્ન કરવા માટે શનિ અમાવસ્‍યાનું વિશેષ મહત્‍વ છે. હિન્‍દુ ધર્મમાં શનિઅમાસનું ખુબ મહત્‍વ હોય છે. આ દિવસે ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જો તમારી કુંડળીમાં શનિની સાડા સાતી હોય કે ઢૈય્‍યા હોય તો કેટલાક ઉપાય અજમાવો તો લાભ થઈ શકે છે. શનિચરી અમાસના દિવસે પિતૃઓને તર્પણ કરવું પણ શુભ મનાય છે. આ પવિત્ર દિવસે શનિદર્શન અને શનિપુજા કરવાથી શનિદેવ ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ શનિદેવનું મંદિર ‘શ્રી શનિધામ ‘ગોંડલ થી મોવિયા થઈ બગસરા રોડ પર ૧૨કિ.મી. નાં અંતરે આવેલું છે. તેમજ રાજકોટ થી ૪૫ કિ.મી. નાં અંતરે આવેલું છે.ᅠ તાં. ૨૧/૦૧/૨૩ નાં રોજ સવાર થી બપોર સુધી શનિયજ્ઞ તેમજ બપોરે ૫ વાગે શનિઅભિષેક અને અન્નકોટનું આયોજન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પૂજાનો લાભ લેવા શાષાીજી જયસુખભાઈ પંડયાની યાદીમા જણાવાયુ છે.

(10:54 am IST)