Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જી-૨૦ સમિટની તૈયારીનો કચ્‍છમાં ધમધમાટ : કેન્‍દ્રના ઉચ્‍ચ અધિકારીઓએ ભુજ, ધોળાવીરા અને સફેદરણની મુલાકાત લઈ બેઠક યોજી

તા.૭ ફેબ્રુ થી ૧૦ ફેબ્રુ. સુધી કચ્‍છમાં જી-૨૦ સમિટ, ૨૭ દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગᅠ

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : જી -૨૦ ની સમિટ કચ્‍છના સફેદરણમાં ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્‍છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લઈ અને જિલ્લાના વિવિધ પ્રવાસન સ્‍થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજે ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની એક ટીમ કચ્‍છની મુલાકાત લઇને જી-૨૦ સમિટને લઇને થતી તૈયારીઓની સમીક્ષા કરી હતી.ᅠ
જી-૨૦ સમિટના અનુસંધાને મિનીસ્‍ટ્રી ઓફ ટુરીઝમના સેક્રેટરી, અરવિંદસીંઘ, મિનીસ્‍ટ્રી ઓફ ટુરીઝમના ડાયરેકટર આર.ડી.વેંકેટશન, ડાયરેકટર જસવિંદર સીંધ, ડાયરેકટર રાધા કટયાલ નારંગ, જી-૨૦ સચિવાલયના ડેપ્‍યુટી સેક્રેટરી રાજીવ જૈન, ઓએસડી લેફટનન્‍ટ કર્નલᅠ ᅠડબલ્‍યુ.ડી.સીંઘ કચ્‍છની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ પ્રથમ ભુજ ખાતે સ્‍મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળ્‍યા હતા. જી-૨૦ પરિષદમાં ભાગ લેનાર દેશોના સભ્‍યો અહીંની મુલાકાત લેનાર હોવાથી પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરી હતી તેમજ વહીવટીતંત્ર સાથે આ મુદે ચર્ચા કરીને જરૂરી સુચના આપી હતી.
આ બાદ કેન્‍દ્રીય ટીમે વિશ્વ વિરાસત ધોળાવીરાની મુલાકાત લઇને અહીંની વ્‍યવસ્‍થા તથા અન્‍ય સંબંધિત મામલે કલેકટરશ્રી દિલીપ રાણા સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત ધોરડો ખાતે વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને જી-૨૦ પરિષદની સમગ્ર તૈયારી મામલે બેઠક યોજીને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. ખુટતી કડીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.ᅠ
આજની આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્‍ય વર્મા, પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(10:57 am IST)