Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ધોરાજી પોલીસે ભુતવડ ગામેથી ચારને જુગાર રમતા ઝડપ્‍યા

 ધોરાજી,તા.૧૯ :  રાજકોટ રેન્‍જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટગ્રામ્‍ય પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોડ તથા I/Cનાયબ પોલીસ અધીક્ષક રોહિતસિંહ

ડોડીયા નાઓએ દારૂ તથા જુગારની પ્રવળતી નેસ્‍ત નાબુત કરવા સુચના આપેલ હોય જેથી ધોરાજી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.બી.ગોહીલ ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફના માણસોધોરાજી પો.સ્‍ટે વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન ધોરાજી તાબાના ભુતવડ ગામે નવાપરા ચોકમાં આવતા જાહેરમાં અમુક ઇસમો સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના તથાપૈસા વડે તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા કુલ રોકડ રૂપીયા-૧૦,૧૭૦ /-ના સાથે મળી આવતા   કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઝડપાયેલ આરોપી પ્રવિણ  ભુપતભાઇ ધામેચા  (ઉ.વ.૩૫) રહે ભુતવડ ગામ નવાપરા,  છત્રસિંહ ચંદુભા વાઘેલા  (ઉ.વ.૩૩)  રહે ભુતવડ ગામ નવાપરા, સાગરભાઇ જગદીશભાઇ મકવાણા  (ઉ.વ.૧૯) રહે ભુતવડ ગામ નવાપરા, દીલીપભાઇ વલ્લભભાઇ બારૈયા   (ઉ.વ.૨૩) રહે ભુતવડ ગામ નવાપરા છે.

 આ કામગીરીમા ધોરાજી સીટી પો.સ્‍ટે.ના પોલીસ ઈન્‍સ. એ.બી.ગોહીલ તથા પો.સબ ઈન્‍સ. ડી.એચ.રાખોલીયા તથા એ.એચ.આઇ હિતેષભાઇ ગરેજા તથા પો.હેડ કોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. રવિરાજસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. સુરપાલસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. ઇશિતભાઇ માણાવદરીયા તથા  અજીમભાઇ સમા વિગેરે પોલીસ સ્‍ટાફ સાથે રહી કામગીરી કરવામા આવેલ હતી.

(11:14 am IST)