Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મીઠાપુર હાઈસ્‍કુલમાં વાર્ષિક કાર્યક્રમ યોજાયો

 મીઠાપુર : ઓખામંડળ તાલુકા નાં મીઠાપુર ગામે આવેલી વર્ષો જૂની અને ખૂબ જ પ્રસિદ્ધ એવી મીઠાપુર હાઈસ્‍કૂલ માં વાર્ષિક સાંસ્‍કળતિક કાર્યક્રમ ભારે દબદબાભેર ઉજવવામાં આવ્‍યો. આ કાર્યક્રમ માં મુખ્‍ય અતિથિ તરીકે મીઠાપુર ટાટા કેમિકલ્‍સનાં શ્રી એન. કામથ સાહેબ ઉપસ્‍થિત રહ્યા હતા. મીઠાપુર હાઈ સ્‍કુલને ૭૦ વર્ષ પૂર્ણ થયા હોય આ કાર્યક્રમ દરમિયાન શાળાનાં આચાર્ય નિરવ જોશી સાહેબ દ્વારા ૭૦ વર્ષ દરમિયાનની આ યાત્રાનું વર્ણન કરતો કાર્યક્રમ રજૂ કરાયો હતો. અને આ તકે મીઠાપુર ટાટા કેમિકલ્‍સનો આભાર વ્‍યકત કર્યો હતો. આ કાર્યક્રમ માં શાળાનાં બાળકો દ્રારા અલગ અલગ કળતિઓ રજૂ કરી ઉપસ્‍થિત લોકોનાં હૃદય જીતી લીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય ઉપરાંત તમામ શિક્ષકો તથા બાળકો દ્વારા ભારે મેહનત લેવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી એન. કામથ દ્વારા પણ બાળકો તથા સ્‍કૂલનાં વિકાસને વધુ વેગ મળે તે માટે પૂરી તૈયારી દર્શાવી હતી અને બાળકોને અભ્‍યાસ ઉપરાંત દરેક પ્રવળત્તિઓમાં આગળને આગળ વધે તે માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.(તસ્‍વીર -અહેવાલ : દિવ્‍યેશ જટણીયા મીઠાપુર)

(11:37 am IST)