Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

માણાવદર બાવાવાડી મેઇન રોડમાં પીવાના પાણી ખરાબ આવતા દેકારોઃ પૂર્વ પ્રમુખની ફરીયાદ

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર, તા. ૧૯ : બાવાવાડી મેઇન રોડ તથા આજુબાજુ વિસ્‍તારમાં છેલ્લા ર મહિનાથી પીવાના પાણી માં ભૂર્ગભ ગટર કે અન્‍ય કોઇ સેપ્‍ટીક ટેન્‍કનું ગંદુ પાણી ભળી જતા દેકારો બોલી ગયો છે.

જેની જાણ  પૂર્વ પ્રમુખે પાલિકાને લેખિતમાં કરી તથા પીવાના પાણીનું સેમ્‍પલ પણ ચીફ ઓફિસરને આપ્‍યુ છે તેમ જગમાલભાઇએ યાદીમાં જણાવેલ હતું. તત્‍કાલ આ રીપેરીંગ કરવા માંગ ઉઠી છે. શહેરમાં અનેક સ્‍થળે ગંદા પાણીની ફરીયાદો ઉઠી છે. જેનાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હોય ત્‍થા પીવાનું પાણી પણ શુધ્‍ધ મળતુ નથી ગંદા પાણીથી ટાંકા ખરાબ થાય છે.

તથા આરોગ્‍ય સાથે ચેડા થતાં હોય તમામ વિસ્‍તારોના કાયમી સેમ્‍પલો લઇ આરોગ્‍ય વિભાગ તપાસ કરે કે પાણી કેટલું પીવા લાયક છે ? આરોગ્‍ય પ્રજાનું બવડે છે તેમજ તાત્‍કાલીક રીપેરીંગ થતુ નહી હોવાની પ્રજાજનો ફરીયાદ  કરે છે.

(2:14 pm IST)