Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

પાટડીના બજાણામાં વાડામાં કડબના જથ્‍થામાં આગથી ૩૦૦ મણ મગફળી ખાખ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૯ : પાટડી તાલુકાના બજાણા ગામે ભરવાડ સમાજના વાડામાં પડેલા  ભરવાડ સમાજના વાડામાં પશુઓના નિરણ માટે કડબનો જથ્‍થો રાખવામાં આવેલ હતો. બુધવારે અગમ્‍ય કારણોસર કડબના જથ્‍થામાં આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનોએ પાણીનો સતત મારો ચલાવીને ચારથી પાંચ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

 સદભાગ્‍યે કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ વાડામાં રાખેલા જુવારના પૂળા નંગ ૨૫,૪૦૦, ૩૦૦ મણ મગફળી અને કડબની ૮૦૦ ગાંસડી ખાખ થઈ ગઈ હતી. આ આગમાં બજાણાના બળદેવભાઈ વશરામભાઈ ગોલતર, વેલાભાઈ કરમણભાઈ ગોલતર, વિરાભાઈ કાળુભાઈ ઝુંઘવા, હિરાભાઈ વશરામભાઈ ગોલતર, લક્ષ્મણભાઈ ગોલતર, ગેલાભાઈ કાળુભાઈ ગોલતર તથા ભરતભાઈ માતમભાઈ બનાડાના જુવારના પૂળા ખાખ થઈ ગયા હતા.

(11:42 am IST)