Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

પોરબંદરમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે મેગા જોબ ફેર

જિલ્લાના બેરોજગાર યુવતીઓ ઉપસ્‍થિત રહી શકશે

પોરબંદર,તા.૧૭. જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે ૨૦  સવારે ૧૦ કલાકે સોરઠીયા -જાપતિ વાડો, નરસંગ ટેકરી, પોરબંદર ખાતે રોજગારવાંચ્‍છુ ઉમેદવારો માટે મેગા જોબફેરનું આયોજન કરાયુ છે. આ ભરતીમેળામાં પોરબંદર તથા અન્‍ય જિલ્લાઓની ખાનગી ક્ષેત્રની વિવિધ કંપનીઓ ( આશરે ૧૫ થી૧૬ જેટલી ) દ્વારા વિવિધ જગ્‍યાઓ માટે ઉમેદવારોના ઈન્‍ટરવ્‍યું લેવામાં આવશે. આ જોબફેરમા રોજગારવાચ્‍છુ ઉમેદવારો ઉપસ્‍થિત રહી શકે છે.

પોરબંદર જિલ્લામા રહેતા અને રોજગારો મેળવવા ઇચ્‍છતા ઉમેદવારો આ ભરતી મેળા હાજર રહી શકે છે. વધુ જાણકારો માટે કચેરીનો સંપર્ક કરવા ૦૨૮૬- ૨૨૨૨૦૪૧ નંબર ઉપર કરવા યાદીમાં જણાવાયું છે.

(11:51 am IST)