Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મોરબી પુત્રના જન્‍મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા૧૯:  મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી ડી કાંજીયાના પુત્ર ક્રિષ્‍નનો જન્‍મ દિવસ હોવાથી જન્‍મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં જે દંપતી માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેમને ‘ગર્ભ સંહિતા'ભાગ ૧ અને ૨ પુસ્‍તકો ભેટ સ્‍વરૂપે આપી અને જે માતા-પિતા બની ચૂક્‍યા છે તેમને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે માટે ‘બાળ ઉછેર બે હાથમાં' પુસ્‍તકો ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી

અગાઉ આ પુસ્‍તકો ૧૦૦૦ નંગની આસપાસ પી. ડી. કાંજિયા દ્વારા જરૂરિયાત ધરાવતા લોકોને આપવામાં આવેલ હતી આજે ક્રિષ્‍નના જન્‍મદિવસ નિમિત્તે ૨૦૦ થી વધુ પુસ્‍તકોનું ભેટ સ્‍વરૂપે વિતરણ કરવામાં આવેલ. આ સિવાય શિયાળાની કાતિલ ઠંડીથી બચવા બ્‍લેન્‍કેટ જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવેલ તેમજ ગાય માતાને ઘાસચારો આપેલ આટલું કાર્ય કરવા ઉપરાંત સરકારી શાળાઓમાં જઈને ૨૫૦૦ જેવા વિદ્યાર્થીઓને અલ્‍પાહાર કરવો હતો.

(11:57 am IST)