Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

લવ જેહાદનો ખંભાળિયામાં પણ ઉગ્ર વિરોધ : હિન્‍દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા,તા. ૧૯ : ભારતના જુદા-જુદા ભાગોમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના પ્રકરણ સામે આવી રહ્યા છે. હાલ વિશ્વની મહાસત્તા તરફ રોકેટ ગતિએ આગળ વધતા ભારતમાં આ બાબત કલંકરૂપ બની રહી છે. હિન્‍દુતત્‍વ બહુમતી ધરાવતા લોકશાહી દેશ ભારતના વિકાસ માટે પડકારરૂપ મનાતા લવ જેહાદ માટે ચોક્કસ તત્‍વો તેમજ દેશ વિરોધી સંગઠનો કાર્યરત છે. જેના દ્વારા હિન્‍દુ સમાજનો યુવાનોને મોતના ઘાટ ઉતારવા તથા હિન્‍દુ સમાજની યુવતીઓને લવ જેહાદમાં ફસાવવા માટે વ્‍યાપક પ્રમાણમાં હિન્‍દુ વિરોધી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

ખંભાળીયામાં બજરંગ દળની આગેવાની હેઠળ હિન્‍દુ સંગઠનો તથા યુવા કાર્યકરો દ્વારા દેશના મહામહીમ રાષ્‍ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે આપવામાં આવ્‍યું હતું. જેમાં યુવતીઓને ફસાવતા તેમજ હિન્‍દુ વિરોધી પ્રવૃતિઓ કરતા તત્‍વો સામે કડક સાથે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

(2:11 pm IST)