Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ચેક રિટર્ન કેસમાં ખંભાળીયા કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૯ : ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા દંડ ખંભાળિયાની અદાલતે કર્યો હતો.

ખંભાળીયા તાલુકાના કાઠી દેવળીયા ગામે રહેતા વશરામભાઇ ભીમાભાઇ ડગરા કે જેઓ મહેશ્વી સપ્‍લાયર્સના નામથી પેપર બ્‍લોક બનાવી અને તેનું વેચાણ કરે છે, તેમણે લાલપુર તાલુકાના પીપળી ગામના રહીશ ચમનભાઇ હરજીભાઇ મકવાણાને તેમની જરૂરિયાત મુજબ પેવાર બ્‍લોક સપ્‍લાય કર્યા હતા જેની બિલની ચુકવણીના રૂપિયા ૯ર૦૪૦ નો ચેક તેમણે વશરામભઇને લખી આપ્‍યો હતો.

બેંકમાં નાખતા આ ચેક બાઉન્‍સ થતા વશરામભાઇએ ખંભાળિયાની અદાલતમાં ક્રિમીનલ ફરીયાદ દાખલ કરી હતી આ અંગેનો કેસ ચાલી જતા ફરીયાદી વશરામભાઇ તરફે તેમના એડવોકેટ કમલેશભાઇ સી.દવે તથા ભરતકુમા સી.દવે દ્વારા વિવિધ દલીલો રજુ કરતા નામદાર અદાલતે ચમનભાઇ તકસીરવાન ઠેરવી, એક વર્ષની સજા તથા રૂપિયા ૩,૦૦૦ નો દંડ ઉપરાંત ચેકની રકમનું વળતર પણ ફરીયાદી વશરામભાઇને ચુકવી આવપા માટેનો હુકમ કર્યો હતો.

(1:33 pm IST)